UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના નેજા હેઠળ એક ભવ્ય મિટિંગનું આયોજન કેસરા મુકામે કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં UCC મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.UCC સંદર્ભે વિચાર વિમર્શ કરી વિરોધ કરવા તથા કાયદાની સમજ મેળવવા માટે નિષ્ણાત વક્તાઓ આવ્યા હતા.
UCC કાયદા મામલે એક બેઠકનું આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુસ્લિમ સમુદાયના હિતોનું રક્ષણ, બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે બેઠકમાં ભાગ લેનારાઓએ સરકાર સાથે સંવાદ સ્થાપિત કરવા અને સામૂહિક રીતે તેમના મંતવ્યો રજૂ કરવા પર ભાર મૂક્યો હતો.
આ કાયદો મુસ્લિમ સમાજને ખુબ જ નુકશાન કારક સાબિત થાય તેમ છે.જેથી આનો વિરોધ કરવા માટે સંસ્થા ના પ્રમુખ કરીમ ભાઈ મલેક ના અધ્યક્ષ સ્થાને મીટીંગ કરવામાં આવી.પ્રમુખ કરીમભાઇ મલેકે આ UCC મામલે જણાવ્યું હતું કે કાયદામાં રહીને વિરોધ કરીશું,
આ કાળા કાયદાની સમજ આપવા અમદાવાદ ના સીનીયર એડવોકેટ ઈકબાલભાઈ શેખ, હબીબ ભાઈ શેખ,ઈદરીશ ભાઈ દવા વાલા,ગામડીના સરપંચ ઈસ્માઈલ ભાઈ,અશગર ભાઈ શેખ,ખીજરખાન પઠાણ એડવોકેટ, ગુલામ ભાઈ તલાટી, શહીદ ભાઈ સૈયદ, રઝાક ભાઈ જીરા વાલા, ખંભાત ના સૈયદ સાહેબ, તારાપુર ના રફીક ભાઈ દિવાન, ઈમ્તિયાઝ ભાઈ મન્સૂરી,ઈસુબ ભાઈ મલેક, અડવાણી,હુમાયુ ભાઈ મલેક, એજાઝ ખાન પઠાણ, સલીમ ભાઈ મલેક વિગેરે આગેવાનો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ઈકબાલભાઈ શેખ સાહેબે છણાવટ થી વિસતરુત માહિતી આપી જણાવ્યું હતું કે જરૂર પડે કોર્ટમાં જવાની તૈયારી બતાવી હતી. કાર્યક્રમ ના અંતે સૌ હાજર મહેમાનો ને રોઝા ઈફ્તારી કરાવવામાં આવી હતી.જુનેદ મલેક તથા બાબર ભાઈ ખોખર તથા તેઓના સાથીઓ એ કાર્યક્રમ સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી હતી.