ગુજરાત ગરમી -ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને હવે ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહી શકે છે, અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. સાથે સાથે, ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન પણ ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગરમીનો અહેસાસ વધુ થવાની શક્યતા છે.
ગુજરાત ગરમી – નોંધનીય છે કે બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી 24 કલાક શુષ્ક હવામાન રહેશે.અમદાવાદ સહિત 10 શહેરોનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર થઈ ગયું છે. રાજકોટમાં 37.5 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, ભુજમાં 36.1 ડિગ્રી, ડીસામાં 35.7 ડિગ્રી, વડોદરા અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે
આ પણ વાંચો – મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક રહેશે ખુલ્લા!