મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.

આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ, મહેમદાવાદ) અને ભરતસિંહ સોલંકી (સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ખેડા જિલ્લા મહામંત્રી) દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ બાપુ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ (સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ-સંયોજક), ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અમિત સિંહ ડાભી, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી, ભાજપ સંગઠન પ્રમુખ વિષ્ણુસિંહ ડાભી, કારોબારી પ્રમુખ નિલેશ સિંહ ચૌહાણ, સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ખેડા જિલ્લા ઉપપ્રમુખ રણછોડજી પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોતાજી પરમાર, સંગઠન મહામંત્રી ધીરજ સિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે આજુબાજુના વિસ્તારના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યોએ પણ હાજરી આપી હતી. શસ્ત્ર પૂજનના આ પવિત્ર કાર્યક્રમમાં રાજપૂત યુવા શક્તિ સંગઠન, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ, હિન્દુ ધર્મ સેના, અને યુવા ક્ષત્રિય સેના જેવા વિવિધ સંગઠનોના કાર્યકરો અને આજુબાજુના વિસ્તારના સમાજના ભાઈઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમાજની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રમુખની જાહેરાત આ દિવસે કરવામાં આવશે,પ્રમુખની દાવેદારીમાં આ નામો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *