નડિયાદમાં 1.21 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર,જાહેરમાં કાર્યવાહી કરતા વિવાદ!

Nadiad Liquor Destruction

Nadiad Liquor Destruction : ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસે લાખો રૂપિયાના જપ્ત કરાયેલા ગેરકાયદેસર વિદેશી દારૂનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના આદેશાનુસાર, પીજ ચોકડી નજીક 1 કરોડ 21 લાખ રૂપિયાથી વધુ કિંમતની દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર પ્રક્રિયા ખુલ્લા રસ્તા પર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે.

Nadiad Liquor Destruction : 42 હજારથી વધુ બોટલોનો ખાત્મો

પ્રાપ્ત વિગતો અનુસાર, નડિયાદ ડિવિઝન હેઠળ આવતા પાંચ અલગ-અલગ પોલીસ મથકો — નડિયાદ રૂરલ, નડિયાદ ટાઉન (પશ્ચિમ), વસો, ચકલાસી અને વડતાલ — દ્વારા ભૂતકાળમાં જુદા જુદા દરોડા અને ગુપ્ત બાતમીના આધારે આ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ બ્રાન્ડની 42,000 થી વધુ બોટલો સામેલ હતી. વહેલી સવારે ટ્રકોમાં ભરીને આ જથ્થો લાવવામાં આવ્યો હતો, તેને રસ્તા પર પાથરવામાં આવ્યો અને ત્યારબાદ તેના પર ભારેખમ બુલડોઝર ફેરવી દેવાયું હતું.

ઉચ્ચ અધિકારીઓની હાજરી

આ મેગા ડિસ્પોઝલ કામગીરી દરમિયાન નડિયાદના ડીવાયએસપી (DySP), શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના મામલતદાર અને તમામ સંબંધિત પાંચેય પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સત્તાવાર આંકડા મુજબ, કડક દારૂબંધી ધરાવતા ગુજરાતમાં બુટલેગરો સામે પોલીસ સતત તવાઈ બોલાવે છે. માત્ર નડિયાદ ડિવિઝનમાં જ છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ગેરકાયદેસર દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

જાહેર માર્ગ પર કાર્યવાહીથી લોકોમાં રોષ

પોલીસની આ કાર્યવાહી ભલે કાયદેસરની હોય, પરંતુ તેની પદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે. જાહેર રસ્તા પર દારૂની બોટલો તોડવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. રસ્તા પર આ રીતે દારૂનો નાશ કરવાના નિર્ણયને લોકો ‘બુદ્ધિનું પ્રદર્શન’ ગણાવી રહ્યા છે. ખુલ્લા રસ્તા પર કાચની બોટલોનો કચરો અને દારૂની રેલમછેલ થતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં પણ આ અંગે વિવિધ તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસે લાખો રૂપિયાના જપ્ત કરાયેલા ગેરકાયદેસર વિદેશી દારૂનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના આદેશાનુસાર, પીજ ચોકડી નજીક 1 કરોડ 21 લાખ રૂપિયાથી વધુ કિંમતની દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું

આ પણ વાંચો:  સોમનાથ કોરિડોરના વિસ્થાપિતો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય,બાંધકામની મળશે મંજૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *