નાસિક TCS ધર્માંતરણ અને ઉત્પીડન કેસ: 25 દિવસથી ફરાર મુખ્ય આરોપી નિદા ખાન આખરે ઝડપાઈ

Nida Khan Arrested

Nida Khan Arrested : મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ના BPO યુનિટમાં કામ કરતી હિન્દુ યુવતીઓના કથિત શારીરિક શોષણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણ (કથિત કોર્પોરેટ જિહાદ) કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ગંભીર કેસની મુખ્ય આરોપી અને છેલ્લા 25 થી વધુ દિવસોથી પોલીસને થાપ આપી રહેલી નિદા ખાનની (Nida Khan) આખરે ધરપકડ કરવામાં આવી છે. નાસિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અને છત્રપતિ સંભાજીનગર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે મોડી રાત્રે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માંથી નિદા ખાનને ઝડપી લેવામાં આવી છે.

Nida Khan Arrested : ગર્ભાવસ્થાનું બહાનું, પણ કોર્ટે જામીન ફગાવ્યા

પોલીસથી બચવા માટે નિદા ખાને પોતાની ગર્ભાવસ્થા (પ્રેગ્નન્સી) નું કારણ આગળ ધરીને નાસિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, ગત શનિવારે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. સરકારી વકીલ અજય મિસરે દલીલ કરી હતી કે નિદા ખાન આ રેકેટની મુખ્ય કડી છે. તેના આર્થિક વ્યવહારો, ફંડિંગ અને માલેગાંવના કેટલાક સંગઠનો સાથેના તેના કનેક્શનની તપાસ માટે તેની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત જરૂરી છે.

શું છે સમગ્ર મામલો અને નિદા ખાન પર શું છે આરોપો?

નાસિક TCS ના BPO માં કામ કરતી હિન્દુ મહિલાઓ પર ધર્માંતરણનું દબાણ અને જાતીય સતામણીના મામલામાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કુલ 9 અલગ-અલગ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં દાનિશ, શફી, આસિફ, તૌસીફ સહિત 8 આરોપીઓની પહેલેથી જ ધરપકડ થઈ ચૂકી છે, જેમાં નિદા ખાન એકમાત્ર ફરાર હતી.

પોલીસ તપાસ અને FIR મુજબ, નિદા ખાન ઓફિસમાં કામ કરતી અન્ય યુવતીઓને ઇસ્લામિક રીતિ-રિવાજો અપનાવવા માટે દબાણ કરતી હતી. પીડિતાઓને બુરખો આપવો, ઇસ્લામિક ધાર્મિક પુસ્તકો ભણાવવા અને તેમના મોબાઈલ ફોનમાં ધાર્મિક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં નિદા ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, અન્ય આરોપી પુરુષ કર્મચારીઓ પર યુવતીઓનું જાતીય શોષણ કરવાના અને એટ્રોસિટી એક્ટ હેઠળના ગંભીર આરોપો પણ લાગેલા છે. વિવાદ વધ્યા બાદ TCS દ્વારા અગાઉ જ આ તમામ આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય પર લગાવી મહોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *