એનવીડિયાએ ભારતીય કર્મચારીઓ પર કર્યો નોટોનો વરસાદ: શેર બોનસ પેટે રૂ. 1 કરોડ સુધીની સ્પેશિયલ ગ્રાન્ટ જાહેર

Nvidia Employee Bonus India

Nvidia Employee Bonus India: વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એનવીડિયા [Nvidia] એ ભારતમાં કામ કરતા તેના કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. કંપનીના સીઈઓ જેન્સન હુઆંગે [Jensen Huang] ભારતીય કર્મચારીઓને ‘જેન્સન સ્પેશિયલ ગ્રાન્ટ’ [Jensen Special Grant] હેઠળ કરોડો રૂપિયાના શેર બોનસ તરીકે આપવાની જાહેરાત કરી છે. ભારતમાં એનવીડિયાના આશરે 10,000 કર્મચારીઓ છે, જેમાંથી મોટાભાગનાને 5 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું માતબર બોનસ પ્રાપ્ત થશે.

જેન્સન સ્પેશિયલ ગ્રાન્ટની વિશેષતાઓ (Nvidia Employee Bonus India)

આ એક વન-ટાઈમ સ્ટોક એવોર્ડ છે, જેના હેઠળ કર્મચારીઓને તેમના પ્રારંભિક રેસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સ [Restricted Stock Units – RSU] ના વધારાના 25 ટકા શેર મળે છે. સેલરી ટ્રેકર કંપની ‘6figr’ ના રિપોર્ટ અનુસાર, આ સ્પેશિયલ ગ્રાન્ટની વેલ્યુ લોકલ કરન્સીમાં નક્કી કરવામાં આવી છે. આ માટે ડોલરનો એક્સચેન્જ રેટ [Exchange Rate] 82.9 રૂપિયા અને શેરની સરેરાશ કિંમત 898.2 ડોલર રાખવામાં આવી છે. આ રકમ કર્મચારીઓને આગામી ચાર વર્ષમાં હપ્તાવાર મળશે.

પગાર અને ઇક્વિટીનું ગણિત (Nvidia India Salary and Equity Structure)

એનવીડિયા ઈન્ડિયામાં કામ કરતા એન્જિનિયર્સ માટે આ વરદાન સમાન સાબિત થયું છે. મિડ-લેવલના કર્મચારીઓને વાર્ષિક ઇક્વિટી ગ્રાન્ટ ઉપરાંત લાખો રૂપિયાના વધારાના RSU મળ્યા છે. કંપનીમાં કુલ વળતર [Total Compensation] માં ઇક્વિટી એટલે કે શેરનો હિસ્સો 50 થી 75 ટકા જેટલો હોય છે. આ જ કારણ છે કે ટોપ લેવલના સોફ્ટવેર એન્જિનિયર્સનો [Software Engineer] વાર્ષિક પગાર સ્ટોક એવોર્ડ સાથે મળીને 2 થી 3 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.

કર્મચારીઓને ક્યાર સુધી મળશે લાભ? (Bonus Distribution Timeline)

આ બોનસ વિતરણની પ્રક્રિયા 18 સપ્ટેમ્બર, 2024 થી શરૂ થઈ ચૂકી છે. પ્રથમ હપ્તા તરીકે 6.25 ટકા રકમ આપવામાં આવી છે, ત્યારબાદ વર્ષ 2028 સુધી દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક ગાળામાં [Quarterly Installments] બાકીની રકમ ચૂકવવામાં આવશે. માર્કેટ કેપની [Market Cap] દ્રષ્ટિએ 4.776 ટ્રિલિયન ડોલરની વેલ્યુ ધરાવતી આ કંપનીએ સાબિત કરી દીધું છે કે તેના માટે ભારતીય ટેલેન્ટ અત્યંત મહત્વનું છે.

આ પણ વાંચો: ભારતીય કોસ્ટ ગાર્ડની મોટી કાર્યવાહી; 1.65 કરોડની સોપારી ઝડપાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *