India T20 World Cup win : ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ 2026 માં ઐતિહાસિક વિજય મેળવીને સમગ્ર દેશને ગર્વ અપાવ્યો છે. આ શાનદાર સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા ભારતીય ટીમની પ્રશંસા કરી છે અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.
India T20 World Cup win : પીએમ મોદીની પ્રતિક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમના પ્રદર્શનને બિરદાવતા કહ્યું કે, “ટીમ ઈન્ડિયાએ મેદાન પર અદભૂત જુસ્સો અને કૌશલ્ય બતાવ્યું છે. આ જીત માત્ર એક ટ્રોફી નથી, પણ કરોડો ભારતીયોની આશા અને મહેનતનું પરિણામ છે. આખું ભારત આજે ગર્વ અનુભવી રહ્યું છે.”
Champions!
Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup!
This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament.
This victory has filled every Indian heart with…
— Narendra Modi (@narendramodi) March 8, 2026
અમિત શાહના અભિનંદન
ગૃહમંત્રી અમિત શાહે પણ ભારતીય ટીમની જીતને વધાવી લેતા જણાવ્યું કે, આ વિજય ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ખેલાડીઓની રમત અને રણનીતિએ સાબિત કરી દીધું છે કે ભારત ક્રિકેટમાં વિશ્વવિજેતા છે.
ભારતભરમાં આ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે ટીમ ઈન્ડિયા વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમોમાંની એક છે.
નોધનીય છે કેઆ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની સફર અવિશ્વસનીય રહી છે. ભારતે ગ્રુપ સ્ટેજથી લઈને ફાઇનલ સુધી એક પણ મેચ ગુમાવી નથી. ખેલાડીઓના સંયુક્ત પ્રયાસ, શિસ્તબદ્ધ બોલિંગ અને દબાણની સ્થિતિમાં અડગ રહેવાની ક્ષમતાને કારણે જ આજે ભારત ફરીથી વિશ્વ વિજેતા બન્યું છે. વિજય બાદ મેદાન પર ખેલાડીઓએ તિરંગા સાથે જે વિજય ઉત્સવ મનાવ્યો તે જોઈને દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી ગઈ હતી.
ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક જીત સાથે જ આખું ભારત જશ્નમાં ડૂબી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ જીતે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. સોશિયલ મીડિયા પર Champions અને TeamIndia ટ્રેન્ડ કરી રહ્યું છે અને રસ્તાઓ પર ક્રિકેટ ચાહકો ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારત બન્યું ત્રીજીવાર ચેમ્પિયન!

