PM મોદી ગુજરાતના પ્રવાસે – દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ, 1 માર્ચથી 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. આ દરમિયાન, પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયાં છે. વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાત્રે જામનગર પોહચશે અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.
PM મોદી ગુજરાતના પ્રવાસે – નોંધનીય છે કે રવિવારની વહેલી સવારે રિલાયન્સ ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાં બપોરે ભોજન લીધા બાદ તેઓ સીધા જ સાસણ જવા માટે રવાના થશે અને ત્યાં સિંહ દર્શન કરશે તેમજ રાત્રી રોકાણ પણ સાસણ ખાતે જ કરશે. સોમવારે વહેલી સવારે સોમનાથ જવા માટે રવાના થશે.સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના કર્યા પછી, સોમનાથ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય મહત્વના નેતાઓ હાજર રહીને ચર્ચા કરશે.
બપોરે સોમનાથ ખાતે ભોજન લીધા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં 2:30 કલાકે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.આ ત્રણ દિવસના કાર્યક્રમના કારણે સૌરાષ્ટ્રભરમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા તથા બંદોબસ્તને સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. પોલીસ અને વહિવટીતંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી આ મુલાકાતમાં કોઈ મુશ્કેલી ન આવે.
આ પણ વાંચો- આખરે કંગના અને જાવેદ અખ્તર વચ્ચે સમાધાન, કાનૂની જંગનો અંત! શેર કરી પોસ્ટ