કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા પર પહેલીવાર બોલ્યા PM મોદી, ‘આવા કૃત્યો સહન કરી શકાય નહીં’

  કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા –  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં હિન્દુ મંદિરો પરના હુમલાને સહન નહીં કરે. તેમણે હુમલાની નિંદા કરી છે. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું કેનેડામાં એક હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડશે નહીં. “અમે ન્યાય સુનિશ્ચિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવા માટે કેનેડા સરકાર તરફ ધ્યાન આપીએ છીએ.”

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા-   પીએમ મોદીની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે સતત બીજા દિવસે ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં એક હિંદુ મંદિર પર હુમલો કર્યો અને ત્યાં મંદિરમાં હાજર હિંદુઓને ઘાયલ કર્યા. પીડિતોનો આરોપ છે કે હુમલાના બીજા દિવસે મંદિર પરિસરમાં અને તેની આસપાસ પોલીસ હાજર હતી. પરંતુ તે પછી પણ તેના પર હુમલો થયો હતો.

નોંધનીય છે કે કેનેડા માં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ હિંદુઓ અને મંદિરો પર હુમલો કર્યો છે. આ દરમિયાન હિંદુઓને એક કરવાના પ્રયાસો પણ તેજ થયા છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાથી નારાજ હિંદુઓ એક થઈ રહ્યા છે અને આવા હુમલાઓ સામે એકજૂથ થવા માટે હિંદુઓએ સીએમ યોગીના સૂત્ર ‘બનતોગે તો કાટોગે’નો ઉપયોગ કર્યો છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા બ્રામ્પટન મંદિરના પૂજારીએ કહ્યું કે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલો આ હુમલો સમગ્ર વિશ્વમાં હિંદુઓ પર હુમલો છે. તેમણે કહ્યું કે આજે હિંદુઓને એક થવાની જરૂર છે, જો આપણે એક નહીં રહીએ તો સુરક્ષિત નહીં રહી શકીએ.

આ પણ વાંચો-    મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાદર, મોઢામાં રાખીને ફટાકડા ફોડ્યા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *