ગુજરાત સહિત આ રાજ્યોમાં રેકોર્ડતોડ ગરમી પડશે! IMDની મોટી આગાહી

Heat in Gujarat – ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ માર્ચથી મે સુધીના હવામાનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.આ વખતે, દક્ષિણ ભારતીય રાજ્યો અને ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, મધ્ય અને ઉત્તર ભારતમાં ગરમી  રેકોર્ડ તોડશે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વીય રાજ્યો સિવાય સંપૂર્ણ ભારતમાં ગરમીનો પ્રકોપ રહેશે.ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે, જે માર્ચથી લઇને મે સુધી ગરમી માઝા મૂકશે.

Heat in Gujarat- નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આ વખતે મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારમાં તાપમાન સામાન્યથી ઉપર રહેશે. કુલ મળી દક્ષિણ ભારતના ચાર રાજ્યોના કેટલાક વિસ્તાર અને પશ્ચિમ બંગાળને છોડી ભારતમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની પ્રબળ સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક અને આંધ્ર પ્રદેશના દક્ષિણી ભાગમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. તો પશ્ચિમ બંગાળમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે. આ ઉનાળામાં લઘુત્તમ તાપમાનના સંદર્ભમાં કોઈ રાહત જણાય તેમ નથી. તમિલનાડુ અને કેરળના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાનું છે.

આ પણ વાંચો – મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્વાળુઓને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *