Gujarati devotees face accident – પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીને અકસ્માત નડ્યો છે. આ ગોજારી ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ચાર લોકોનો અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ એક દીકરીની હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
Gujarati devotees face accident – નોંધનીય છે કેઆ અકસ્માતમાં, ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન ગોયાણી ના મોત થયા હતા. તેમનાં દુ:ખદ મૃત્યુથી તેમના પરિવારમાં આફત અને શોકનો માહોલ છવાઈ ગયો છે.સાથે સાથે, અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી, જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણી પણ આ અકસ્માતમાં મોતને ભેટ્યા છે.
આ અકસ્માતના કારણે રૂપાવટી અને ભાલવાવ ગામમાં દુઃખની લાગણી પ્રસરી છે. અકસ્માતની ઘટના બાદ હાલ તમામ મૃતકોને તેમના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં કુલ બે દંપતીના મોતથી અરેરાટી મચી જવા પામી છે.