Ahmedabad Auto Fare Hike: અમદાવાદમાં ઓટો રિક્ષાની મુસાફરી થઇ મોંઘી, મિનિમમ ભાડું હવે ₹25!

Ahmedabad Auto Fare

Ahmedabad Auto Fare : ગુજરાતના મુખ્ય આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં રહેતા અને રોજિંદી મુસાફરી કરતા આમ નાગરિકોના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ ઝીંકાયો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશન અને ગાંધીનગરમાં પરિવહન કમિશનર (Transport Commissioner) ની કચેરી વચ્ચે યોજાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવા પર સત્તાવાર મુહર મારી દેવામાં આવી છે. આ નવા નિર્ણય અંતર્ગત હવે અમદાવાદમાં ઓટો રિક્ષાનું મિનિમમ એટલે કે લઘુત્તમ ભાડું વધારી દેવામાં આવ્યું છે, જેનાથી રોજ મુસાફરી કરતા લાખો લોકોને મોટો ફટકો પડશે.

Ahmedabad Auto Fare : લઘુત્તમ ભાડું થયું ₹25 અને પ્રતિ કિલોમીટર ₹20 નો નવો નિયમ 

અહેવાલ અનુસાર, બેઠકમાં મંજૂર કરાયેલા નવા ભાડાના માળખા મુજબ ઓટો રિક્ષાનું લઘુત્તમ ભાડું, જે અત્યાર સુધી ₹20 હતું, તેમાં ₹5 નો વધારો કરીને હવે ₹25 નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રિક્ષા ચાલકો અત્યાર સુધી પ્રતિ કિલોમીટરના હિસાબે જે ₹15 વસૂલતા હતા, તેમાં પણ ₹5 નો વધારો મંજૂર કરાયો છે. એટલે કે હવે મુસાફરોએ પ્રતિ કિલોમીટરની સફર માટે ₹20 લેખે ચૂકવણું કરવું પડશે. જો કે, રિક્ષા યુનિયનોની મુખ્ય માંગણી લઘુત્તમ ભાડું ₹50 કરવાની હતી, પરંતુ સરકારે તે ફગાવીને વચલો રસ્તો કાઢ્યો છે અને નવું ભાડું જાહેર કર્યું છે.

CNG ગેસના ભાવમાં થયેલો તોતિંગ વધારો બન્યો મુખ્ય કારણ

અહેવાલ અનુસાર, રિક્ષા ચાલકોને ભાડા વધારાની આ મંજૂરી આશરે 3 વર્ષના લાંબા ઇન્તજાર બાદ મળી છે. છેલ્લા બે મહિનામાં સીએનજી (CNG) ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ આશરે ₹6 થી ₹7 નો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના લીધે ગેસનો ભાવ ₹88 પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ઇંધણના ભાવ આસમાને પહોંચતા રિક્ષા ચાલકો માટે જૂના ભાડા પર ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું હતું. રિક્ષા ચાલક એકતા યુનિયને સરકારને ચીમકી પણ આપી હતી કે જો વહેલી તકે નિર્ણય નહીં લેવાય, તો તેઓ જાતે જ વધારવું ભાડું વસૂલવાનું શરૂ કરી દેશે. આ જ દબાણ વચ્ચે ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ આરટીઓ (RTO) ના અધિકારીઓ અને સ્માર્ટ સિટી ડ્રાઈવર યુનિયનના પદાધિકારીઓની હાજરીમાં આ નવું રેટ કાર્ડ સર્વાનુમતે ફાઇનલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Surat Heavy Rain : સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબોળ, ઉધના અને પાંડેસરા પાણીમાં ગરકાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *