Right to Education  : ગુજરાતમાં મોટી જાહેરાત: હવે 6 લાખ સુધીની આવક ધરાવતાં પરિવારના બાળકો માટે મફત શિક્ષણ!

Right to Education 

Right to Education  : ગુજરાત સરકારએ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શિક્ષણ માટે મોટી જાહેરાત કરી છે. હવે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરી વિસ્તારમાં 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની મર્યાદા હતી, જે હવે 6 લાખ રૂપિયા સુધી વધારી દેવાઈ છે.

15 એપ્રિલ સુધી અરજી કરવાની તક
આ નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે. જે વાલીઓ પોતાના બાળકનું પ્રવેશ RTE હેઠળ કરાવવા ઇચ્છે છે, તેઓ 15 એપ્રિલ સુધી અરજી કરી શકશે.

આ નિર્ણયના ફાયદા
આ અગાઉ નક્કી કરેલી આવક મર્યાદાને કારણે ઘણા ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને જ આ યોજના લાભ મળી શકતો હતો. હવે, 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો પણ તેમના બાળકો માટે મફત શિક્ષણ મેળવી શકશે.

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 ના મુખ્ય મુદ્દા
6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર.
નબળા અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશની સુવિધા.
દરેક ખાનગી શાળાએ વર્ગ 1માં 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત રાખવી પડશે.
વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપવાની અથવા તેમનો શાળામાંથી કઢવાની ના પાડી શકાશે નહીં.
શાળાઓએ શારીરિક કે માનસિક ત્રાસ વિના શિષ્ય મૈત્રીપૂર્ણ વાતાવરણ આપવું ફરજિયાત.

 આ આવક મર્યાદાના વધારાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શિક્ષણની નવી તક મળશે. સરકારના આ નિર્ણાયક પગલાથી હજારો પરિવારોને રાહત મળશે અને વધુ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થશે.

RTE પ્રવેશ માટે છેલ્લી તારીખ: 15 એપ્રિલ
નવો નિયમ: 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકો માટે મફત શિક્ષણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *