Teaching Assistant Document Verification : ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે આ યાદી બહાર પાડવામાં આવી છે. આ પછી, માધ્યમિક શાળાઓ માટે પણ યાદી જાહેર કરવામાં આવશે.
રિવાઇઝ્ડ જનરલ લિસ્ટ જાહેર
ગુજરાત શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત, રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે રિવાઇઝ્ડ જનરલ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરાંત, ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કોલ લેટર અપડેટ
શિક્ષણ સહાયક ભરતી 2024 હેઠળ, ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત, ખાલી જગ્યાઓની વિગતો પણ અપડેટ કરવામાં આવી છે.
ઉમેદવારોને ભવિષ્યમાં આવનાર નવી સૂચનાઓ માટે સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવી અનિવાર્ય રહેશે.