Surendranagar જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર જામર અને દેદાદરા ગામ નજીક કોઠારિયા ખાતે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક કાર રસ્તાની બાજુમાં પડી હતી અને તેમાં આગ લાગવાથી ધંધુકા તાલુકાના જીજર ગામના સાત મુસાફરોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Surendranagar આ ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા હતા. લખતર પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
નોંધનીય છે કે આ દુ:ખદ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.