સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી: ભારત દેશમાં 78મો સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી, દેશવાસીઓએ ધ્વજવંદન કરીને દેશમાં આઝાદી પર્વની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સરખેજમાં કાર્યરત સામાજિક સંસ્થા અમવા અને ધી મહેર મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત ગાયને ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ જી. કે.ફકીરના પ્રમખસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતથી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં સમાજના શિલ્પી અને એકતાના પ્રતીક અને શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં અમૂલ્ય યોગદાન આપનાર સૈયદ દાદા બાપુ કાદરીને શ્રધ્ધાંજલી આપવમાં આવી હતી. આ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ દ્વારા નાના મહિલા સાહસિકો ને 554000 રૂ.ની વગર વ્યાજ ની લોન આપવામાં આવી હતી.મહેર ક્રેડિટ સોસાયટીએ મહિલાઓ આત્મનિર્ભર બનાવવા માટે આ પહેલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મ્યુનિસિપલ કાઉન્સીલર અસરાર બેગ મીરઝા, ડો. નિલોફર દિવાન, યોગ નિષ્ણાત અને ફેશન ડિઝાઈનર ફરહતજંહા સૈયદ, નફીસા મુલ્લા, રિજવાના કુરેશી સહિત સુહાના દેસાઈ, માહેનુર સૈયદ સહિત અનેક મહાનુભવોએ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં મોટી સંખ્યમાં મહિલાઓ સામેલ થઇ હતી અને તેમણે આ કાર્યક્મને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો- રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
આ પણ વાંચો- Olaએ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ‘રોડસ્ટર’ લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ