સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વ ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ બુધવારે 14 ઓગસ્ટ 2024, સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા. તેઓએ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા. અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત પણ લઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ વિભાગ દ્વારા રાઇફલ ડ્રિલ, મરીન કમાન્ડો ડેમો, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો અને હોર્સ શો જેવા કાર્યક્રમ પણ યોજાયા હતા. આજે 78મા સ્વતંત્રતા દિવસ પર નડિયાદમાં SRP કેમ્પ ખાતે ધ્વજારોહણ સમારોહ યોજાયો હતો.ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!