Surat Bus Accident સુરત જિલ્લાના બારડોલી નજીક [Near Bardoli] એક અત્યંત ગોઝારો અને ગમખ્વાર અકસ્માત [Fatal Accident] સર્જાયો છે. બે બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ એક CNG બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ હ્રદયદ્રાવક ઘટનામાં બસ ભડભડ સળગી ઉઠતા 7 મુસાફરોના કરુણ મોત [Passengers Died] નિપજ્યા છે, જ્યારે અન્ય 17 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Surat Bus Accident અકસ્માત બાદ મચી અફરાતફરી [Chaos After Accident]
ટક્કર એટલી ભયંકર હતી કે અકસ્માત બાદ તરત જ CNG બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ મુસાફરોમાં ભારે અફરાતફરી અને મદદ માટે ચીચીયારીઓ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની [Fire Brigade] ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ [Rescue Operatio]
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી [Rescue Operation] યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ગંભીર રીતે દાઝી ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સુરતની સિવિલ હોસ્પિટલ [Civil Hospital] અને આસપાસની અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ગોઝારા અકસ્માતે સમગ્ર સુરત જિલ્લામાં ભારે શોકનું મોજું ફેરવી દીધું છે અને પોલીસે ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે.

