Simran Patel Arrest Surat સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવા પેઢી હવે ભાન ભૂલી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસે (ગાંધી જયંતિ) જ તેમના ફોટાવાળી ચલણી નોટ સાથે અત્યંત વાંધાજનક અને અશ્લીલ વીડિયો પોસ્ટ કરનાર સુરતની જાણીતી ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સર સિમરન પટેલને આખરે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સુરત પોલીસે કડક કાર્યવાહી કરતા આ ઈન્ફ્લુઅન્સરની ધરપકડ કરી લીધી છે.
Simran Patel Arrest Surat 500ની નોટ પર રહેલા ગાંધીજીના ફોટા સાથે અશ્લીલ ચેનચાળા
મળતી વિગતો અનુસાર, સિમરન પટેલે ગત 1 ઓક્ટોબરના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અત્યંત વાંધાજનક રીલ (Reel) પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં તેણે ભારતીય ચલણની રૂ. 500ની નોટમાં રહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટાને દર્શાવીને જાતીય સંદર્ભ ધરાવતા અપમાનજનક નિવેદનો અને શારીરિક હાવભાવ (ચેનચાળા) કર્યા હતા. ગાંધી જયંતિના સમયે જ રાષ્ટ્રપિતાના આવા ઘોર અપમાનથી લોકોની લાગણી દુભાઈ હતી અને આ વીડિયો સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
Simran Patel Arrest Surat બાળકો અને સંસ્કારીઓ દૂર રહે’
સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલી સિમરન પટેલ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને 1 મિલિયન (10 લાખ) થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામના બાયો (Bio) માં જ ખુલ્લેઆમ લખ્યું છે કે, “બાળકો અને સંસ્કારીઓ દૂર રહે.” સસ્તા ફેમ માટે રાષ્ટ્રપિતાનું અપમાન કરતા આ વીડિયોએ સામાજિક મર્યાદાઓ ઓળંગી નાખી હતી.
જાગૃત નાગરિકની ફરિયાદ બાદ IT એક્ટ હેઠળ ગુનો દાખલ
વીડિયો વાયરલ થતાં જ એક જાગૃત નાગરિકે આ મામલે સુરત પોલીસનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે સિમરન પટેલ વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-2008 (IT Act) ની કલમ-67 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વકીલોનું મહાઆંદોલન: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યની તમામ અદાલતોમાં કામકાજ રહેશે ઠપ્પ

