મહેમદાવાદ અર્બન કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીનો જંગ જામ્યો, ચૂંટણી રસાકસીભરી બનવાના એંધાણ
ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અતિ મહત્વની ગણાતી મહેમદાવાદ અર્બન કો-ઓપરેટિવ બેંકની આગામી ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બેંકની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે ત્યારે વર્તમાન અને સંભવિત ડિરેક્ટરોએ પોતાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. સહકારી ક્ષેત્રના આ ગઢને જીતવા માટે તમામ મોરચે લોબિંગ અને બેઠકોનો દોર શરૂ…

