આણંદમાં Vihan Care અને Faith Foundation દ્વારા HIV સાથે જીવતા બાળકો માટે સેવાકીય કાર્યક્રમ યોજાયો.
આણંદ જિલ્લામાં HIV ગ્રસ્ત બાળકોના જીવનમાં ખુશીની ક્ષણો ઉમેરવાના ઉમદા હેતુ સાથે Vihan Care and Support તથા Faith Foundationના સંયુક્ત ઉપક્રમે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત HIV ગ્રસ્ત બાળકોને મીઠાઈ તથા નમકીનનું વિતરણ કરી તેમની સાથે ખુશીની વહેંચણી કરવામાં આવી હતી. HIV સાથે જીવન જીવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા,…

