વડોદરામાં શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમિત્તે સાડી અને રાશન કીટનું કરાયું વિતરણ

વડોદરા ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારો, વિધવા બહેનો, દિવ્યાંગજનો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સાડી તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોએ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શિફા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી. જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી લાવવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડવાનો છે. કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.

સેવા અને માનવતાનો સંદેશ આપતો કાર્યક્રમ

દિવાળીના પર્વે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સેવા, સહકાર અને માનવતાની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. સાથે જ સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.આ ઉમદા સેવાકાર્ય બદલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, આયોજકો, દાતાશ્રીઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદોની મદદ કરવી એ જ સાચી માનવતા હોવાનો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો શિફા ચેરિટેબલ ટ્રસ્ટનો કાર્યક્રમ

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ શેખ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મહેન્દ્ર વસાણી ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત આમંત્રિત મહેમાનો તરીકે ડૉ. મોહમ્મદ હુસેન, શાહનવાઝ ખાન પઠાણ, માધવસિદ્ધ સ્વામી, તીર્થ બ્રહ્મભટ્ટ, દીપા શ્રીવાસ્તવ અને પંચમહાલ જિલ્લાના યુવા આગેવાન સાજીદ વલી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ કાર્ચક્રમને સફળ બનાવવા મોહમ્મદ હુસેન શેખ (જોનીભાઈ) અને સુલેમાનભાઈ મેમણ સહિત ટ્રસ્ટના સ ભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે રાહતના સમાચાર: નાર ખાતે આગામી 3 અને 4 નવેમ્બરે આધુનિક સહાયક ઉપકરણો માટે યોજાશે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ