જમ્મુ-કાશ્મીરમાં 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ટેમ્પો ટ્રાવેલર, અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓ સહિત 18 ઘાયલ
Jammu Kashmir Road Accidentમાં જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક બનેલી આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત કુલ 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, છ ઈજાગ્રસ્તોની…

