ટ્રેનમાં જમવાનું મંગાવતા પહેલાં સાવધાન! IRCTCએ 14 અનધિકૃત વેબસાઇટ્સની યાદી જાહેર કરી
IRCTC Food Delivery દ્વારા ટ્રેનમાં પોતાની સીટ પર જમવાનું મંગાવતા મુસાફરો માટે મહત્ત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ 14 અનધિકૃત ફૂડ ડિલિવરી વેબસાઇટ્સની યાદી જાહેર કરીને મુસાફરોને ત્યાંથી ખોરાક ઓર્ડર ન કરવાની સલાહ આપી છે. સાથે જ, ટ્રેનમાં જમવાનું મંગાવવા માટે અધિકૃત વેબસાઇટ્સ અને ફૂડ ડિલિવરી પાર્ટનર્સની માહિતી…

