Gujarati Kidnapped Tehran: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચાર લોકોનું ઈરાન (Iran) ની રાજધાની તેહરાન (Tehran) માં અપહરણ (Kidnapped) કરવામાં આવ્યું છે. માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ સભ્યો (એક દંપતી સહિત) અને બદપુરા ગામના એક વ્યક્તિ એમ કુલ ચાર ગુજરાતીઓનું અપહરણ થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
Gujarati Kidnapped Tehran: ઓસ્ટ્રેલિયા (Australia) જવા નીકળેલા આ ચાર વ્યક્તિઓ 19મી ઓક્ટોબરે દિલ્હીથી બેંગકોક, દુબઈ થઈને તેહરાન પહોંચ્યા હતા, જ્યાં તેમનું અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ વીડિયો મોકલીને ₹2 કરોડની જંગી ખંડણી (Ransom) ની માગણી કરી છે.
Gujarati Kidnapped Tehran: અપહરણકર્તાઓ (જેમાં બાબા નામના એક વ્યક્તિનો ઉલ્લેખ છે) દ્વારા પરિવારજનોને મોકલવામાં આવેલા વીડિયોએ ભયનું વાતાવરણ સર્જ્યું છે. આ વીડિયોમાં અપહૃત લોકોને નગ્ન કરીને જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા છે. તેમના મોઢા અને હાથ કપડાથી બાંધેલા છે અને શરીર પર લાલ ચાંભાના નિશાન પણ સ્પષ્ટ દેખાય છે, જે તેમની સાથે થયેલા અત્યાચારની ચાડી ખાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર:
પરિવારજનોની ગંભીર ચિંતાને ધ્યાનમાં રાખીને, માણસાના ધારાસભ્ય જયંતી પટેલે (Jayanti Patel) તાત્કાલિક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ને પત્ર લખીને મદદની માગણી કરી છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે અપહૃત ચારેય ગુજરાતીઓ – ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈ – હેમખેમ પરત ફરે તે માટે કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી કામ કરી રહી છે. ભારતીય દૂતાવાસ મારફતે આ મામલે સત્વરે તપાસ અને હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ભાજપ દ્વારા સફાઈકર્મીઓનું સન્માન, હર્ષ સંઘવીના હસ્તે સ્વેટર વિતરણ

