નાણામંત્રીએ બજેટમાં ખેડૂત, યુવાન અને નોકરીયાત વર્ગને આપી મોટી ભેટ, જુઓ બજેટની હાઇલાઇટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં તેમનું  ( 7th budget) સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન નાણામંત્રી સીતારામને લોકસભામાં કહ્યું કે, ‘ભારતની જનતાએ મોદીજીના નેતૃત્વમાં સરકારમાં તેમનો વિશ્વાસ મજબૂત કર્યો છે અને તેમને ત્રીજી વખત ચૂંટ્યા છે.’ જ્યારે ભારતની આર્થિક સ્થિતિ સ્થિર છે. આ સાથે તેમણે સરકારની પ્રાથમિકતાઓ પણ ગણાવી અને કહ્યું કે સરકારનું ધ્યાન ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને ગરીબો પર છે.

બજેટ 2024 હાઇલાઇટ્સ ( ( 7th budget)

ઉત્પાદન, સેવાઓ અને ઉર્જા સુરક્ષા મોટી પ્રાથમિકતાઓ છે – નાણામંત્રી
શિક્ષણ અને કૌશલ્ય વધારવા માટે ₹4.8 લાખ કરોડની ફાળવણી
5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે પેકેજ પર ફોકસ
પાંચ વર્ષમાં રોજગાર પાછળ 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે
કૃષિ ક્ષેત્રનો વિકાસ એ પ્રથમ પ્રાથમિકતા છે, તેથી 32 પાકો માટે 109 જાતો લોન્ચ કરશે – નાણામંત્રી નિર્મલા સીતારમણ.
1 કરોડ ખેડૂતો માટે કુદરતી ખેતી પર ફોકસ
10,000 બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે
કૃષિ ક્ષેત્ર માટે ₹1.52 લાખ કરોડની ફાળવણી
કિસાન ક્રેડિટ કાર્ડ 5 રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે
કઠોળ અને તેલના બીજ માટે મિશન શરૂ કરશે
રોજગાર PLI 3 યોજનાઓ હેઠળ શરૂ
PMYojana હેઠળ, 3 તબક્કામાં 15,000 રૂપિયા ઉપલબ્ધ થશે.
PM યોજના હેઠળ 20 લાખ યુવાનોને કૌશલ્ય બનાવાશે.
500 ટોચની કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઈન્ટર્નશિપ આપવામાં આવશે.
ઈન્ટર્નશીપ દરમિયાન તમામ યુવાનોને રૂ. 5000 આપવામાં આવશે.
પ્રથમ વખત નોકરી શોધનારાઓને વધારાનો PF મળશે
વિદ્યાર્થીઓને મોડલ સ્કીલ લોન મળશે
મુદ્રા લોન હેઠળ 10 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નોંધનીય છે કે નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયના કાર્યાલયની બહાર  ( ( 7th budget)) બજેટ મેકિંગ ટીમ સાથે પત્રકારોને પોઝ આપ્યા હતા, ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા હતા. અહીં રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેઓ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ ભાષણ શરૂ કરશે. લોકોની નજર આજના ભાષણ પર ટકેલી છે, નાણામંત્રી તેમના માટે શું આપશે, જો કે, તમારા માટે એક ખાસ વ્યવસ્થા છે જેથી તમે કોઈ અપડેટ ચૂકી ન જાઓ.

આ પણ વાંચો – અભિનવ બિન્દ્રાને મળ્યું IOCનું સૌથી મોટું સન્માન, 16 વર્ષ પહેલા શૂટિંગમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *