જુહાપુરાના માફિયા બિલ્ડરોએ ઇસ્લામની આ વાતો અનિવાર્યપણે જાણવી જોઇએ!

જુહાપુરાના માફિયા બિલ્ડરો

જુહાપુરાના માફિયા બિલ્ડરો –  આજના માહોલમાં માફિયા બિલ્ડરો પૈસા કમાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે, તેમની જીવનભરની કમાણીના રુપિયા જુઠ બોલીને પડાવી લે છે. અમદાવાદના સરખેજવિસ્તારના ટીપી 85 રોડ સામે કેનાલ પાસે સરકારની જમીન,નદીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે. જે સારી વાત નથી, લોકોની મહેનતના લાખો રુપિયા એક ઝાટકે લઇને તેમની સાથે છેતરપિંડી કરવી યોગ્ય નથી.લુખ્ખા બિલ્ડરો દિન વિશેની વાતો પણ જાણીલે….

જુહાપુરાના માફિયા બિલ્ડરો – ઇસ્લામમાં રોજગાર કરતાં પોતાના વ્યવસાયને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઇસ્લામમાં સૂચના છે કે વ્યક્તિએ હલાલ રીતે મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ. આ તમારા વ્યવસાયમાં સમૃદ્ધિ લાવે છે અને તમારું ભવિષ્ય પણ સુધારે છે. જો તમે કાયદેસર હેતુ માટે હલાલ રીતે વેપાર કરો છો, તો તે એક પુરસ્કાર છે. ઇસ્લામમાં સૂચના આપવામાં આવી છે કે વેપાર કરતી વખતે વધુ પડતી કસમ ન ખાઓ. જો તમે વ્યવસાય કરતી વખતે વારંવાર શપથ લો છો, તો તે તમારા વ્યવસાયને ઝડપી બનાવવામાં મદદ કરે છે, પરંતુ આખરે તેના આશીર્વાદ દૂર થઈ જાય છે.અને તમને આખિરતમાં તેનો સખત હિસાબ આપવો પડશે.

સજા પીડાદાયક હશે
એક જગ્યાએ કહેવાયું છે કે જો તમે વારંવાર કસમ ખાઈને ધંધો કરશો અને લોકો સાથે છેતરપિંડી કરશો તો કયામતના દિવસે અલ્લાહ તમારી સાથે વાત કરશે નહીં, તમારી તરફ જોશે નહીં અને તમારા માટે નરકના દરવાજા ખોલી દેશે. ઇસ્લામમાં એક જગ્યાએ ઉલ્લેખ છે કે જે વેપારીઓ ધંધામાં જૂઠ બોલીને હેરાફેરી કરીને છેતરપિંડી કરીને તમે તમારી કારોબારની વસ્તુઓ વેચો છો તો સૈાથી મોટો ગુનો છે.હશ્રના મેદાનમાં તમારા કરેલા કર્મોનો હિસાબ લેવામાં આવશે અને તમને સખ્ત સજા કરવામાં આવશે.

જો વેપારમાં તમારાથી ભૂલમાં વસ્તુઓ ઓછી અપાય હોય તો તમારે દાન આપવું પડશે,  આ સાથે વ્યવસાયમાં તમારી ભૂલો માફ થઈ જાય છે.વ્યવસાય પર હદીસ હઝરત કૈસ અપાબુ ગર્ઝા (ર.) કહે છે કે પયગંબર (સ.અ.વ.)ના સમયમાં અમે વેપારી લોકોને ‘સમસીરા’ કહેતા. એક દિવસ જ્યારે પયગંબર (સ.અ.વ.) અમારી પાસેથી પસાર થયા ત્યારે તેમણે અમને આના કરતાં વધુ સારું નામ આપ્યું અને કહ્યું: ઓ વેપારીઓ! માલ વેચતી વખતે ઘણી બધી નકામી વાતો કહેવાની અને ખોટા સોગંદ લેવાનો સંભવ છે. તો તમે લોકો સદકા (દાન) કરો. જેથી આ ભૂલને દૂર કરી શકાય.વારંવાર આવી ભૂલ નરકના દ્વાર ખોલી દેશે (હદીસઃ અબુ દાઉદ) આ ઉપરાંત અમે આના વિશે સ્પેશિયલ ઉલેમા સાથે કોરોબારની ચર્ચા કરીને તમામ વિગતવાર પુછપરછ કરીને  આ વાત લખી છે,તેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો –  જુહાપુરાના માફિયા બિલ્ડરોના લીધે ગરીબ-મધ્યમવર્ગના પરિવાર પર ડિમોલેશનની લટકતી તલવાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *