police station : ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં મળી રહેશે આ ચાર મહત્વની સેવા,જાણો

 police station – ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ તરીકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એ એવું સ્થળ હશે, જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બધા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓ સમજીને, તેમને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ રહેશે.

 police station -સાંત્વના કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર આ ચારેય સેવાઓનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય સેવાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કાર્ય કરશે, આ હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલિંગ કરવાની કામગીરી કરતી હોય છે.
ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર: ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલીંગ કરતા હોય છે.
૧૮૧-અભયમ: ૧૮૧-અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે.
પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર: PSBSS પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલિંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.

નોંધનીય છે કે આ સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર  ધ્યાન આપી સૂચવવામાં આવેલી કામગીરી યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડાએ સૂચના આપી છે.  દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACP અધિકારીએ સુપરવિઝન રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે-તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકે તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મોનિટરીંગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો-  Abhyam Helpline : અભ્યમ હેલ્પલાઈન પર બાળકોને લઇને માતા-પિતાના ફોન કોલ વધારે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *