Abhyam Helpline : ગુજરાત સરકારે મહિલાઓના રક્ષણ માટે અભયમ હેલ્પલાઈન શરૂ કરી છે, જે હજી પણ સારું કાર્ય કરી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ હેલ્પલાઈન પર મહિલાઓના નહીં, પરંતુ માતાઓના ફોનકૉલ્સ વધી રહ્યા છે. માતાપિતાઓ તેમના સંતાનોની પરેશાનીઓ માટે અભયમની મદદ માંગતા હોય છે.
Abhyam Helpline : 2024માં, અમદાવાદમાંથી 655 કૉલ્સ આવ્યા, જે તેમના બાળકોના સંબંધિત પ્રશ્નો માટે ઉકેલની માંગ સાથે હતા. 2023માં આ આંકડો 467 હતો, જે 40% નો વધારો દર્શાવે છે.આ કોલ્સ સામાન્ય રીતે મોબાઈલ ફોનના વધારે ઉપયોગ, સોશિયલ મીડિયા પર લત, બોયફ્રેન્ડ સાથે લાંબી વાતો, પ્રેમ સંબંધોને કારણે અને શૈક્ષણિક બાબતો પર નારાજગી પછી ઘર છોડવાની ધમકીઓ અંગે આવે છે. તાજેતરના એક કિસ્સામાં, શહેરના પૂર્વ વિસ્તારની એક કિશોરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, કારણ કે તેનો ફોન કબ્જામાં લેવામાં આવ્યો હતો, એ બાબત અભયમના કાઉન્સિલરે જણાવી હતી.
વાર્ષિક રિર્પોટ અનુસાર નાણાકીય સમસ્યાઓ (33%), ઘરવિહોણા (32%), મનોવૈજ્ઞાનિક તણાવ (29%), કસ્ટડી સંબંધિત મામલાં (26%) અને લગ્ન સંબંધી મુદ્દાઓ (12%)માં મોટા પ્રમાણમાં કેસો નોંધાયા છે. અમદાવાદમાં, 2023માં 40,021 કૉલ્સથી 2024માં 44,802 કૉલ્સ સુધીની આંકડી વૃદ્ધિ 12% દેખાઈ છે.
આ પણ વાંચો – Saif Ali Khan Knife Attack: સૈફ અલી ખાન પર હુમલા વખતે સુરક્ષા ગાર્ડ ક્યાં હતા? જાણો