માંગરોળમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ,માયાવતીની પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાઓ પર મત ગણતરી હજુ ચાલુ છે.

માંગરોળમાં આ વખતે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રોચક મુકાબલો જોવા મળ્યો છે. બંને પક્ષોએ 15-15 બેઠક જીતેલી છે, જ્યારે બસપાને 4 બેઠક મળી છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટાઇ થવા બાદ, બસપા કિંગમેકરની ભૂમિકામાં આવ્યો છે. બસપા જે પક્ષને સમર્થન આપશે, તે પક્ષ શાસન કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *