હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આજના દિવસે અમદાવાદના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે, જેમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમરેલી અને ભાવનગરમાં પણ આવું જ અવલંબન જોવા મળી શકે છે.20 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મની શક્યતા છે. વર્તમાનમાં અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આવનારા ચારથી પાંચ દિવસમાં બંને શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ દૂર થઈ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ યથાવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો ફેરફાર જોવા મળી શકે છે, અને અમદાવાદમાં સ્થાનિક પરિસ્થિતિઓને આધારે વાદળા અને છૂટક વરસાદ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આજના દિવસે અમદાવાદના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે, જેમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ દૂર થઈ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ યથાવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો ફેરફાર જોવા મળી શકે છે, અને અમદાવાદમાં સ્થાનિક પરિસ્થિતિઓને આધારે વાદળા અને છૂટક વરસાદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો આ ઇતિહાસ, જાણો