Sleeping Position Personality : “શું તમે ક્યારેય એ વાત પર ગોર કર્યું છે? તમારી સૂવાની રીત તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે. મનોવિજ્ઞાન અને સ્લીપ રિસર્ચના નિષ્ણાતો પણ આ વાત માને છે. તેમના મતે, આપણી ઊંઘવાની આદતોનો સીધો સંબંધ આપણા સ્વભાવ સાથે છે. તે આપણી વિચારસરણી અને ભાવનાત્મક વર્તન પણ દર્શાવે છે. જોકે, આ કોઈ પથ્થરની લકીર નથી. આ કોઈ સંપૂર્ણ વૈજ્ઞાનિક નિયમ પણ નથી. આમ છતાં, અનેક અભ્યાસોમાં એક રસપ્રદ બાબત સામે આવી છે. વ્યક્તિની સૂવાની પોઝિશન અને તેના નેચર વચ્ચે ચોક્કસ કનેક્શન જોવા મળ્યું છે.”
Sleeping Position Personality : પીઠ પર સીધા સૂતા લોકો
નોંધનીય છે કે જે લોકો પીઠના ભાગે સીધા સૂવાનું પસંદ કરે છે, તેઓ સામાન્ય રીતે અત્યંત આત્મવિશ્વાસુ અને શિસ્તબદ્ધ હોય છે. આવા લોકોને પોતાના જીવનમાં દરેક વસ્તુ સ્પષ્ટ અને નિયંત્રણમાં ગમે છે. તેઓ નાની-નાની વાતોમાં અટવાઈ જવાના બદલે હંમેશા મોટા લક્ષ્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અભ્યાસો જણાવે છે કે, આ પોઝિશનમાં સૂનારા લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી અને હંમેશા હકારાત્મક (પોઝિટિવ) વિચારવાળા હોય છે.
હાથ-પગ ફેલાવીને સૂનારા
કેટલાક લોકોને પલંગ પર હાથ અને પગ પૂરેપૂરા ફેલાવીને એટલે કે સ્ટારફિશની જેમ સૂવાની આદત હોય છે. મનોવિજ્ઞાન અનુસાર, આવા લોકો એક ઉત્તમ મિત્ર અને બહુ સારા શ્રોતા સાબિત થાય છે. તેમને બીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેવું ગમે છે અને તેઓ પોતાના કરતા અન્યની ખુશીઓનું વધુ ધ્યાન રાખે છે.
પડખું ફરીને સૂતા લોકો
જે લોકો ડાબે કે જમણે પડખે સૂવાનું વધારે પસંદ કરે છે, તેઓ સ્વભાવે એકદમ શાંત, મિલનસાર અને ભરોસાપાત્ર માનવામાં આવે છે. આવા લોકો કોઈપણ નવી જગ્યાએ કે નવા લોકો સાથે બહુ જલ્દી ભળી જાય છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, તેમાં પોતાની જાતને ઢાળી દેવાની અને અનુકૂળ થવાની તેમનામાં ગજબની આવડત હોય છે.
ઓશીકાને બાથ ભરીને (ગળે લગાવીને) સૂનારા
ઘણા લોકોને પડખે સૂતી વખતે ઓશીકાને ગળે લગાવવાની કે તેને પકડીને સૂવાની આદત હોય છે. આ આદત દર્શાવે છે કે તેઓ સ્વભાવે અત્યંત ભાવનાત્મક છે અને સંબંધોને ખૂબ મહત્વ આપે છે. આવા લોકો પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે દિલથી જોડાયેલા રહેવાનું અને ભાવનાત્મક સુરક્ષા શોધવાનું પસંદ કરે છે.
બાળકની જેમ (ગર્ભ સ્થિતિમાં) સંકોચાઈને સૂનારા
અનેક લોકો સૂતી વખતે ઘૂંટણને છાતી તરફ વાળીને બિલકુલ એક બાળકની જેમ સંકોચાઈને સૂતા હોય છે, જેને ‘ફીટલ પોઝિશન’ કહેવાય છે. નિષ્ણાતોના મતે, આવા લોકો બહારથી ભલે ગમે તેટલા કઠોર કે મજબૂત દેખાતા હોય, પણ અંદરથી તેઓ ખૂબ જ સંવેદનશીલ અને નાજુક હોય છે. તેઓ હંમેશા સંબંધોમાં સુરક્ષા શોધતા હોય છે અને નવા લોકો પર જલ્દી વિશ્વાસ નથી કરી શકતા.
પેટના બળે ઊંધા સૂતા લોકો
જે લોકો પેટના બળે ઊંધા સૂવે છે, તેઓ મોટાભાગે ખુલ્લા વિચારોવાળા અને સ્પષ્ટવક્તા હોય છે. તેમને જે સાચું લાગે તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી દેવામાં માને છે. જોકે, કેટલાક સંશોધનો એવો પણ દાવો કરે છે કે, આવી પોઝિશનમાં સૂનારા લોકો ઘણીવાર અંદરથી કોઈ તણાવ કે અસુરક્ષાની ભાવના અનુભવતા હોય છે.
શું આ વાતો 100% સાચી છે?
નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે, સૂવાની પોઝિશન અને વ્યક્તિત્વ વચ્ચેનો આ સંબંધ ભલે રસપ્રદ હોય, પણ તેને સંપૂર્ણપણે વિજ્ઞાન સાથે જોડી શકાય નહીં. ઘણીવાર આપણો થાક, શારીરિક તકલીફ, તણાવ કે સ્વાસ્થ્ય સંબંધિત પરિબળો પણ આપણી સૂવાની સ્થિતિ નક્કી કરે છે.આમ છતાં, એ વાત તો ચોક્કસ છે કે આપણી નાનકડી આદતો પણ આપણા વ્યક્તિત્વની છાપ છોડી જાય છે. એટલે જ કદાચ કહેવાયું છે કે, “વ્યક્તિ જ્યારે ઊંઘમાં હોય છે, ત્યારે તે સૌથી વધુ પ્રમાણિક હોય છે.”

