Melody Chocolate Protest મહેમદાવાદ [Mahemdavad]: પેટ્રોલ-ડીઝલ [Petrol Diesel] અને રાંધણ ગેસના [Cooking Gas] સતત વધી રહેલા ભાવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. ખાસ કરીને ખેતીની સિઝનમાં ડીઝલના ભાવ વધારા અને અછતને કારણે ખેડૂતોને [Farmers] ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ [Youth Congress] દ્વારા મહેમદાવાદ ખાતે એક અત્યંત અનોખો અને કટાક્ષપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Melody Chocolate Protest સરકારની કડવી નીતિઓ સામે મીઠો કટાક્ષ [Melody Chocolate Protest]
વિરોધ પ્રદર્શનના [Protest] ભાગરૂપે યુવા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને પસાર થતા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને ‘મેલોડી ચોકલેટ’ [Melody Chocolate] આપીને સરકારની નીતિઓ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોનું કહેવું હતું કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના બદલે માત્ર મીઠી વાતો કરીને પ્રજાને ગુમરાહ કરી રહી છે. તેથી, જનતાને પડી રહેલી મોંઘવારીની આ કડવી વાસ્તવિકતાનો અહેસાસ કરાવવા અને સરકારની મીઠી વાતોનો વિરોધ કરવા અમે ચોકલેટ આપી રહ્યા છીએ. ખેડૂતોની ડીઝલ સમસ્યાને પણ આ કાર્યક્રમમાં વિશેષ રીતે આવરી લેવાઈ હતી. રસ્તા પર ચોકલેટ વહેંચીને કરાયેલા આ અનોખા કાર્યક્રમે સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

