સુરતના નવા કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે 2 વર્ષના કેદાર વેગડ નામના બાળક 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારે, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું છે.
નોંધનીય છે કે બાળક કેદાર વેગડ (ઉ.વ. 2) તેની માતા સાથે બજારમાં ગયો હતો. આઇસ્ક્રીમ ખાવા માટે તે અચાનક માતાનો હાથ છોડાવી દોડ્યો અને 120 ફૂટના રોડ પર આવેલ ખુલ્લી ગટરમાં પડી ગયો. ફાયર વિભાગ દ્વારા કેમેરાની મદદથી તપાસ શરૂ કરી, પરંતુ 800 મીટર સુધી તપાસ કરવા છતાં હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી. ગટરમાંથી પાણી કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાને કારણે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોએ તંત્રની બેદરકારીને કારણે આવા બનાવો વારંવાર બનતા હોવાનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક ખુલ્લા ગટરો બંધ કરવા અને સુરક્ષાત્મક પગલાં ભરવા માટે માંગ કરી છે. સૌપ્રથમ પ્રાથમિકતા બાળકને સુરક્ષિત બહાર લાવવાની છે. શોધખોળની કામગીરી ચાલુ છે અને બચાવ દળો દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – મધ્યપ્રદેશના શિવપુરી એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ