Vadodara Mask Man Protest: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી [Local Body Elections] અંતર્ગત ભાજપ [BJP], કોંગ્રેસ [Congress] અને આમ આદમી પાર્ટી [AAP] વચ્ચે જંગ જામ્યો છે. આ રાજકીય ખેંચતાણ વચ્ચે વડોદરાના [Vadodara] વોર્ડ નં. 10 માં ‘માસ્કમેન’ (Mask Man) ના અનોખા વિરોધે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપના ઉમેદવાર નીતિન પટેલ ઉર્ફે નીતિન ડોંગા [Nitin Donga] વિરુદ્ધ વિસ્તારમાં ‘પ્રો મોદી..એન્ટી બીજેપી’ ના પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, માસ્ક પહેરેલો એક યુવક રાત્રિના સમયે આ પોસ્ટરો લગાવી લોકશાહી બચાવવા અને વ્યક્તિગત પૂજાને બદલે મુદ્દાઓ પર મતદાન કરવા અપીલ કરી રહ્યો છે.
ડોંગાએ ‘માસ્કમેન’ યુવકને આપી ધમકી (Vadodara Mask Man Protest)
આ ક્રાંતિકારી વિરોધ સામે નીતિન ડોંગાએ તે યુવકને શોધી કાઢ્યો હોવાના સમાચાર છે. સોશિયલ મીડિયા પર એક કથિત ઓડિયો વાયરલ [Viral Audio] થયો છે, જેમાં નીતિન ડોંગા વિરોધ કરનાર યુવકને ધમકાવી રહ્યા છે. ઓડિયોમાં ડોંગા કહે છે કે, “તારે જેટલું જોર લગાવવું હોય એટલું લગાવી લે, 28 એપ્રિલ પછી હું મારું જોર બતાવીશ.” સામા પક્ષે યુવક તેમને ‘મામા’ કહીને સંબોધે છે અને સ્પષ્ટતા કરે છે કે તેનો વિરોધ વ્યક્તિગત નહીં પણ કાઉન્સિલર તરીકેની તેમની કામગીરી સામેનો રાજકીય આક્રોશ છે. આ હાઈ-પ્રોફાઈલ વોર્ડમાં ઈરફાન પઠાણ [Irfan Pathan] અને યુસુફ પઠાણ [Yusuf Pathan] જેવા દિગ્ગજોના નિવાસસ્થાન પણ આવેલા છે.
કોણ છે નીતિન ડોંગા? (Political Profile of Nitin Donga)
નીતિન ડોંગા વડોદરા મહાનગરપાલિકાના [Vadodara Municipal Corporation] અનુભવી નેતા છે. ભાજપે જ્યારે 44 જેટલા વર્તમાન કાઉન્સિલરોની ટિકિટ કાપી નાખી, ત્યારે ડોંગા પોતાની ટિકિટ બચાવવામાં સફળ રહ્યા હતા. તેઓ સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપ સંઘાણીના [Dileep Sanghani] નજીકના ગણાય છે. અગાઉ તેઓ મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવીને તેમજ યુસુફ પઠાણ દ્વારા જમીન પચાવી પાડવાના આક્ષેપો કરીને ચર્ચામાં આવ્યા હતા. જો તેઓ આ વખતે ચૂંટણી જીતે છે, તો તેમને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ [Standing Committee Chairman] પદની જવાબદારી મળી શકે તેવી પણ ચર્ચા છે.
આ પણ વાંચો: લંડનમાં ડંકો! આણંદની ઈશા પંડ્યાને વેસ્ટમિન્સ્ટર યુનિ.માં મળી ડિગ્રી

