Jharkhand Road Accident ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાજરપ્પા મંદિરનાં દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની SUV અન્ય વાહન સાથે અથડાતાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો બિહારના નાલંદા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
રાત્રે 2 વાગ્યે સર્જાયો અકસ્માત Jharkhand Road Accident
મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવાર, 29 નવેમ્બરના રોજ વહેલી સવારે લગભગ 2 વાગ્યે રામગઢ જિલ્લાના પેઇંકી ગામ નજીક થયો હતો. આ સ્થળ કુજ્જુ પોલીસ મથકની હદમાં રાંચી-પટના હાઈવે (NH-33) પર આવેલું છે.
SUVમાં કુલ 14 લોકો સવાર હતા. તેઓ બિહારના નાલંદા જિલ્લાના જંઘારો ગામથી રાજરપ્પાના મા છિન્નમસ્તિકા મંદિરનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન SUV આગળ જઈ રહેલા ભારે વાહન સાથે અથડાઈ હતી.
Jharkhand Road Accident 4 બાળકો અને 4 મહિલાઓનાં મોત
અકસ્મતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં ચાર બાળકો, ચાર મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. SUVમાં સવાર એકમાત્ર વ્યક્તિ જીવિત બચ્યો હતો, પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘાયલ વ્યક્તિને તાત્કાલિક રામગઢ સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના અધિકારીઓએ 13 લોકોને મૃત જાહેર કર્યા હતા.
સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરી
અકસ્મતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. SUVને ભારે નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘાયલની સારવાર ચાલુ છે.
અકસ્માતનું કારણ જાણવા પોલીસ તપાસ
પ્રાથમિક માહિતી મુજબ SUV અન્ય ભારે વાહન સાથે અથડાઈ હતી. પોલીસ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરી રહી છે. કેટલાક અહેવાલોમાં SUVની ઝડપ વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ ઘટનાથી બિહારના નાલંદા જિલ્લાના જંઘારો ગામમાં શોકનો માહોલ છવાયો છે. એક સાથે 13 લોકોનાં મોતથી પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.પ્રાથમિક માહિતી મુજબ SUV અન્ય ભારે વાહન સાથે અથડાઈ હતી. પોલીસ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરી રહી છે. કેટલાક અહેવાલોમાં SUVની ઝડપ વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
India vs New Zealand Test: બીજી ટેસ્ટમાં ભારતની બેટિંગ લાઇન ધરાશાયી, 116 રનમાં 6 વિકેટ ગુમાવી

