Sonakshi Sinha Gayatri Mantra Kalma : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્નને તાજેતરમાં બે વર્ષ પૂર્ણ થયા છે. ભિન્ન ધર્મોના હોવાને કારણે લગ્ન સમયે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરનાર આ કપલ આજે પોતાની ખુશહાલ વિવાહિત જીંદગી માણી રહ્યું છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પર પોતાની લગ્નની એક એવી ખાસ ભેટ શેર કરી છે, જે અત્યારે ભારે ચર્ચામાં છે.
Sonakshi Sinha Gayatri Mantra Kalma લગ્ન બાદ મળી સૌથી ખાસ ભેટ: ગાયત્રી મંત્ર અને કલમાનું અનોખું સંગમ
સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પેઇન્ટિંગની તસવીર શેર કરી છે. આ આર્ટવર્કની વિશેષતા એ છે કે તેમાં હિન્દુ ધર્મનો પવિત્ર ‘ગાયત્રી મંત્ર’ અને ઇસ્લામનો ‘કલમા’ એકસાથે લખવામાં આવ્યા છે. સોનાક્ષીએ જણાવ્યું કે, આ અનોખું આર્ટવર્ક તેમના માટે ખૂબ જ ખાસ છે અને જ્યારથી તે ઘરમાં આવ્યું છે ત્યારથી ઘર વધુ આશીર્વાદ અને સકારાત્મકતાથી ભરાઈ ગયું હોય તેવું લાગે છે.
View this post on Instagram
મંત્ર અને અઝાનનો એ દિવ્ય સંયોગ
પોસ્ટ શેર કરતા સોનાક્ષીએ એક ભાવુક કિસ્સો શેર કર્યો હતો. તેણે લખ્યું, ‘જ્યારે અમારા લગ્ન થઈ રહ્યા હતા, ત્યારે એક તરફ પંડિતજી ગાયત્રી મંત્રના જાપ કરી રહ્યા હતા અને બરાબર એ જ સમયે બીજી તરફથી અઝાનનો અવાજ અમારા ઘર સુધી પહોંચ્યો હતો. આ બંને પ્રાર્થનાઓની સામૂહિક શક્તિએ આજે અમારા ઘરને આટલું ખુશહાલ બનાવ્યું છે.’
ઓસ્ટ્રેલિયા વેકેશન દરમિયાન મળ્યો આ આઈડિયા
આ ખાસ ભેટ પાછળની વાર્તા શેર કરતા સોનાક્ષીએ જણાવ્યું કે, જ્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યા હતા ત્યારે શુભિકા શર્માનો ફોન આવ્યો હતો. શુભિકાએ તેમને લગ્નની ભેટ તરીકે એક પેઇન્ટિંગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે શુભિકાએ પેઇન્ટિંગના કન્સેપ્ટ વિશે જણાવ્યું ત્યારે સોનાક્ષી અને ઝહીરને લાગ્યું કે આ વિચાર સીધો તેમના દિલમાંથી જ આવ્યો છે, જે બંનેના વિચારો, પ્રેમ અને સકારાત્મકતાના તાલમેલને દર્શાવે છે.
ભાવનાઓને કેનવાસ પર કંડારી
આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા માટે શુભિકાએ તેમને જાણીતા આર્ટિસ્ટ આદિલ અબેદી સાથે મુલાકાત કરાવી. આદિલે સોનાક્ષી અને ઝહીરના ઘરની મુલાકાત લીધી, તેમની લાગણીઓને સમજી અને તેને કેનવાસ પર ખૂબ જ સુંદરતાથી ઉતારી. રસપ્રદ વાત એ છે કે, જ્યારે સોનાક્ષી અને ઝહીર લોસ એન્જલસ (LA) માં હતા, ત્યારે જ આદિલે તેમનો સંપર્ક કરીને પેઇન્ટિંગ તૈયાર હોવાની માહિતી આપી હતી. આ સુંદર આર્ટવર્ક હવે સોનાક્ષી અને ઝહીરના ઘરની શાન બની ગયું છે.
આ પણ વાંચો: જ્હોન અબ્રાહમની ક્રિકેટમાં એન્ટ્રી: રોટરડેમ ડોકર્સ ટીમ ખરીદી!

