Heavy rain in Gujarat ગુજરાત રાજ્યમાં હાલમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ૩ જુલાઈના રોજ સવારે ૦૬:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીના માત્ર ૧૨ કલાકના ગાળામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.
Heavy rain in Gujarat : મુખ્ય વરસાદી આંકડા (૧૨ કલાકમાં)
-
વઘઈ (ડાંગ): ૩૩૭ મિમી (૧૩.૨૭ ઇંચ)
-
અંબિકા (સુરત): ૩૨૧ મિમી (૧૨.૬૪ ઇંચ)
-
સુબિર (ડાંગ): ૩૦૦ મિમી
-
માળિયા હાટીના (જૂનાગઢ): ૨૯૬ મિમી
-
માંગરોળ (જૂનાગઢ): ૨૯૫ મિમી
સાંજના ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં મેંદરડામાં ૧૧૪ મિમી, માંગરોળમાં ૧૦૨ મિમી અને કેશોદમાં ૧૦૧ મિમી વરસાદ નોંધાતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.
વરસાદની વર્તમાન સ્થિતિ અને અસરો
-
૨૪ કલાકની સ્થિતિ: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૭૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
-
જાનહાનિ અને નુકસાન: ભારે વરસાદને પગલે માળિયા હાટીના નજીક મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાલોડ ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી બે મજૂરોના કરૂણ મોત નિપજ્યાં છે.
-
તંત્રની તૈયારી: જામફરાબાદ અને વેરાવળ બંદર પર સુરક્ષાના ભાગરૂપે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
સિઝનનો વરસાદ અને અન્ય વર્ષો સાથે સરખામણી
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ ૭૬.૯૨ મિમી (કુલ સરેરાશના ૮.૪૬%) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૬૦.૨૪ મિમી અને સૌરાષ્ટ્રમાં ૭૯.૬૩ મિમી સરેરાશ વરસાદ થયો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું છે, જેનું મુખ્ય કારણ અલ-નીનોની અસર હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: વીજ લાઇન અને ટાવર માટે મળશે બમણું વળતર

