જ્હોન અબ્રાહમની ક્રિકેટમાં એન્ટ્રી: રોટરડેમ ડોકર્સ ટીમ ખરીદી!

John Abraham Rotterdam Dockers

John Abraham Rotterdam Dockers : ફૂટબોલ અને બાઈક્સના ભારે શોખીન ગણાતા બોલીવુડ સુપરસ્ટાર જ્હોન અબ્રાહમે (John Abraham) હવે ક્રિકેટના મેદાનમાં પણ પોતાની નવી ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. જ્હોન અબ્રાહમ ETPL (European T20/T10 Premier League) માં ભાગ લેનારી ક્રિકેટ ફ્રેન્ચાઈઝી રોટરડેમ ડોકર્સનો (Rotterdam Dockers) નવો સહ-માલિક (Co-owner) બની ગયો છે.

John Abraham Rotterdam Dockers જ્હોન અબ્રાહમનું ક્રિકેટમાં રોકાણ

જ્હોન અબ્રાહમનો સ્પોર્ટ્સ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. તે પહેલેથી જ ઇન્ડિયન સુપર લીગમાં (ISL) ફૂટબોલ ક્લબ ‘નોર્થઈસ્ટ યુનાઇટેડ FC’ નો સફળતાપૂર્વક માલિક છે. હવે સ્પોર્ટ્સ બિઝનેસમાં પોતાનો વ્યાપ વધારતા તેણે યુરોપિયન ક્રિકેટ માર્કેટમાં મોટું રોકાણ કરીને સહ-માલિક તરીકે નવી જવાબદારી સ્વીકારી છે.

રોટરડેમ ડોકર્સનો સહ-માલિક બન્યો (Rotterdam Dockers Co Owner)

નેધરલેન્ડ અને યુરોપમાં ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે જ્હોન આ ક્રિકેટ લીગનો હિસ્સો બન્યો છે. જ્હોન અબ્રાહમના જોડાવાથી રોટરડેમ ડોકર્સ ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યુમાં મોટો ઉછાળો આવશે અને વૈશ્વિક સ્તરે ટીમને નવી ઓળખ મળશે.

બોલીવુડ અને સ્પોર્ટ્સનું કનેક્શન (Bollywood Sports Connection)

બોલીવુડના કલાકારોનું ક્રિકેટ લીગમાં (Cricket League) રોકાણ કરવાનો ટ્રેન્ડ ખૂબ જૂનો છે. શાહરૂખ ખાન, જુહી ચાવલા અને પ્રીતિ ઝિન્ટા જેવા સ્ટાર્સ પહેલાથી જ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી ચલાવી રહ્યા છે. હવે જ્હોન અબ્રાહમનું આ લિસ્ટમાં સામેલ થવું એ દર્શાવે છે કે બોલીવુડ અને સ્પોર્ટ્સનું કનેક્શન વધુ મજબૂત બની રહ્યું છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ સાઉથ સુપરસ્ટાર અને CM વિજયને જન્મદિનની શુભેચ્છા પાઠવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *