ખાંડ ખાવાનું 14 દિવસ બંધ કરો, શરીરને થશે અદભૂત ફાયદા,જાણો

No Sugar Challenge

No Sugar Challenge આજના સમયમાં સવારની ચાથી લઈને પેક્ડ ફૂડ સુધી આપણે અજાણતા જ અતિશય ખાંડનું સેવન કરીએ છીએ. આ ખાંડ ડાયાબિટીસ, ફેટી લિવર અને મેદસ્વીતા જેવી ગંભીર બીમારીઓનું કારણ બની રહી છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્યના જણાવ્યા અનુસાર, જો તમે માત્ર 14 દિવસ માટે ખાંડનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દો, તો તમારા શરીરમાં ક્રાંતિકારી બદલાવ આવી શકે છે.

No Sugar Challenge શરૂઆતના 3 દિવસ: સંઘર્ષનો સમય

ડૉ. વાત્સ્યના મતે, શરૂઆતના ત્રણ દિવસ સૌથી મુશ્કેલ હોય છે. ખાંડ બંધ કરવાથી માથાનો દુખાવો, સતત થાક, લો મૂડ અને મીઠું ખાવાની તીવ્ર ઈચ્છા (Cravings) થઈ શકે છે. આ સમયગાળામાં તમારી ઉર્જાનું સ્તર ઘટી શકે છે. આ મુશ્કેલ સમયને પાર કરવા માટે ડાયેટમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારવું અને પૂરતું પાણી પીવું જરૂરી છે. ફળોનું સેવન કરો, પરંતુ જ્યુસના સ્વરૂપમાં નહીં.

ચોથા દિવસથી સુધરશે મેટાબોલિઝમ

જો તમે પ્રથમ ત્રણ દિવસ મક્કમ રહ્યા, તો ચોથા-પાંચમા દિવસથી મેટાબોલિઝમમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. શરીરમાં બ્લડ ગ્લુકોઝ અને ઈન્સ્યુલિનના સ્પાઈક્સ ઓછા થવા લાગશે, જેનાથી મીઠું ખાવાની લાલસામાં ઘટાડો થશે. આ તબક્કે પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જોકે, આ દરમિયાન ચા, બિસ્કિટ કે પેક્ડ સ્નેક્સથી દૂર રહેવું અનિવાર્ય છે.

આઠમા દિવસથી બદલાશે શરીરની સ્થિતિ

બીજા સપ્તાહ સુધી પહોંચતા જ બ્લડ શુગર અને ઈન્સ્યુલિનનું સ્તર સ્થિર થઈ જાય છે. મગજના ડોપામાઈન સિગ્નલ ફરીથી રી-કેલિબ્રેટ થાય છે, જેના કારણે તમે માનસિક રીતે વધુ સક્રિય અને શાંત અનુભવો છો. આ 14 દિવસનો ચેલેન્જ માત્ર વજન ઘટાડવા માટે નથી, પરંતુ શરીરને ખાંડની ઝેરી અસરોમાંથી મુક્ત કરવાનો એક પ્રયાસ છે.

આ પણ વાંચો: ચોકલેટ લવર્સ માટે વિશ્વના શ્રેષ્ઠ 5 ચોકલેટ ટુરિઝમ ડેસ્ટિનેશન્સ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *