CAR T-cell Therapy અમદાવાદ સ્થિત એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરની અત્યાધુનિક સારવારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ (Chimeric Antigen Receptor T-cell Therapy) કરવામાં આવી છે. આ થેરાપી કેન્સર સામે લડવા માટેની એક અત્યંત અદ્યતન અને પ્રભાવશાળી પદ્ધતિ માનવામાં આવે છે, જે ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
શું છેCAR T-cell Therapy ?
આ થેરાપીમાં દર્દીના પોતાના જ રોગપ્રતિકારક કોષો (T-cells) ને પ્રયોગશાળામાં મોડિફાય કરવામાં આવે છે, જેથી તેઓ કેન્સરના કોષોને વધુ અસરકારક રીતે શોધી અને નાશ કરી શકે. ત્યારબાદ આ મોડિફાઈડ કોષોને ફરીથી દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ પદ્ધતિ એવી સ્થિતિમાં પણ અસરકારક સાબિત થાય છે જ્યાં પરંપરાગત કીમોથેરાપી અથવા અન્ય સારવારો કામ નથી કરતી.
દર્દીઓ માટે આશાનું નવું કિરણ
એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના નિષ્ણાત તબીબોની ટીમે આ જટિલ પ્રક્રિયાને ખૂબ જ સચોટતા અને સુરક્ષા સાથે પૂર્ણ કરી છે. આ સફળતા બાદ, હવે કેન્સરના ગંભીર દર્દીઓને સારવાર માટે રાજ્યની બહાર જવાની જરૂર નહીં પડે. આ સિદ્ધિ માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે. હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે, આ થેરાપીથી દર્દીઓના રિકવરી રેટમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
નોંધનીય છે કે અમદાવાદ સ્થિત એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરની અત્યાધુનિક સારવારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ (Chimeric Antigen Receptor T-cell Therapy) કરવામાં આવી છે. આ થેરાપી કેન્સર સામે લડવા માટેની એક અત્યંત અદ્યતન અને પ્રભાવશાળી પદ્ધતિ માનવામાં આવે છે, જે ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો: ઈરાનમાં બદલાની આગ: મુજ્તબા ખામેનાઈએ અમેરિકા-ઈઝરાયેલને આપી ખુલ્લી ધમકી

