ઈરાનમાં બદલાની આગ: મુજ્તબા ખામેનાઈએ અમેરિકા-ઈઝરાયેલને આપી ખુલ્લી ધમકી

Mojtaba Khamenei Statemen

Mojtaba Khamenei Statemen : ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનાઈના અવસાન બાદ તેમના પુત્ર મુજ્તબા ખામेनेઈના નિવેદનોએ મધ્ય-પૂર્વમાં તણાવની નવી લહેર દોડાવી દીધી છે. મુજ્તબાએ તાજેતરમાં આપેલા એક મહત્વપૂર્ણ સંદેશમાં સીધા જ અમેરિકા અને ઈઝરાયેલ પર નિશાન સાધીને ‘હુસૈની ક્રાંતિ’ અને બદલાની વાત કરી છે.

Mojtaba Khamenei Statemen : મુજ્તબા ખામેનાઈના નિવેદનના મુખ્ય અંશો:

મુજ્તબાએ તેમના સંદેશમાં ઈમામ હુસૈનના આદર્શોને ઈરાની ક્રાંતિનો પાયો ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “શહીદ ઈમામ સૈયદ અલી ખામેનાઈનું જીવન અને તેમનું બલિદાન ઈમામ હુસૈનના માર્ગ પર હતું. જો કોઈ અન્યાયી રીતે તેમનો રક્ત વહાવે છે, તો તે સમગ્ર મુસ્લિમ સમુદાયને કાર્યવાહી માટે પ્રેરિત કરે છે.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈરાન હવે માત્ર શોક નહીં મનાવે, પરંતુ પોતાના શહીદ નેતાના લોહીનો બદલો લેવા માટે સંકલ્પબદ્ધ છે. આ નિવેદનને ઈરાનની આગામી સૈન્ય કાર્યવાહીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

શું છે હઝરત ઈમામ હુસૈનનું બલિદાન?

ઈતિહાસમાં કરબલાની ઘટના સત્ય અને ન્યાય માટે અન્યાયી શાસન સામેના સંઘર્ષનું પ્રતીક છે. ઈ.સ. 680માં ઈમામ હુસૈને યઝીદના જુલમી શાસનનો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો, જેના પરિણામે તેમણે અને તેમના 72 સાથીઓએ શહાદત વહોરી હતી. મુજ્તબા ખામेनेઈ હવે આ જ ઐતિહાસિક સંદર્ભનો ઉપયોગ કરીને ઈરાની જનતામાં દેશભક્તિ અને સંઘર્ષની ભાવના જગાડી રહ્યા છે.

આ પણ વાંચો: વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *