ગુજરાતમાં 159 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું

રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીનો માહોલ ચાલી રહ્યો છે. 159 PSI ને PI તરીકે પ્રમોશન મળવું અને તે પણ પરીક્ષા વિના, એ એ જાણકારી આપે છે કે તંત્રમાં નવો સંકલ્પ અથવા કાયદેસર સુધારા થઈ રહ્યા છે.રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે, અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા 711 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. સુરત શહેર યુનિટ ખાતે એક જ સ્થળે પાંચ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા તેમજ રૂબરૂ રજૂઆત (ઓડલી રૂમ)માં કરેલી વિનંતી અનુસાર પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરહિતમાં જે-તે પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી નિમણૂક આપવામાં આવી હતી. સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે બદલીનો આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *