ગુજરાતમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે

કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા આયોજિત 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25  24 માર્ચ થી 28 માર્ચ 2025 દરમિયાન ગુજરાતમાં યોજાશે. આ સ્પર્ધામાં 27 રાજ્યોના 572 રમતવીરો ભાગ લેશે.આ સ્પર્ધાનું સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે.

નોંધનીય છે કે આ ચાર દિવસીય આકર્ષક સ્પર્ધાનું સમાપન સમારોહ 28 માર્ચ 2025ના રોજ ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ સમારોહમાં હાજર રહીને રમતવીરોને પ્રોત્સાહિત કરશે. આ સ્પર્ધામાં એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી જેવી રમતો યોજાશે, જેમાં વિવિધ રાજ્યોના પોલીસકર્મીઓ ભાગ લેશે.26 માર્ચ 2025ના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર પર CRPF ગ્રુપ સેન્ટરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર પોલીસ દળો ભાગ લેશે, જેમાં આંદામાન-નિકોબાર, આંધ્રપ્રદેશ, આસામ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્‍ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડીશા, રાજસ્થાન, તમિલનાડુ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ સહિતના દળો સામેલ છે.

તારીખ: 24 માર્ચથી 28 માર્ચ 2025
સ્થળ: ગાંધીનગર, ગુજરાત
સમાપન સમારોહ: 28 માર્ચ 2025, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *