Vadodara Man Arrested by Qatar State Security: વડોદરાના અમિત ગુપ્તા વિદેશમાં ઉંચી પદવી સંભાળતા હતા, પણ હવે કતારમાં તેમના પર આફત આવી છે. પરિવારના દાવા મુજબ, કતાર સ્ટેટ સિક્યુરિટીએ તેમને 80 દિવસથી કેદમાં રાખ્યા છે. પરિવાર જનોએ આક્ષેપ કર્યો છે કે, અમિત ગેરકાયદે કાનૂની કાર્યવાહીની ભોગ બની રહ્યા છે, અને ભારતીય રાજદૂત સુધી આ મામલો પહોંચાડવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
વિદેશમાં ફસાયેલા દીકરાની મદદ માટે રડતું પરિવાર
અમિતના માતા-पિતાએ કહ્યું કે, “અમે 10 જાન્યુઆરીથી અમારા દીકરાને જોઈ શક્યા નથી. તે એક હોટેલમાં જમવા ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે સિવિલ ડ્રેસમાં આવેલા અધિકારીઓએ તેને ઝડપી લીધો. તેની ગાડી, પૈસા અને ફોન જપ્ત કરી લેવાયા. અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર અમારી વાતચીત થઈ, જેમાં તેણે ભયભીત અવાજમાં પપ્પાને કહ્યું— ‘મેં કંઈ કર્યું નથી, મને બચાવો!'”
અમિતના પિતાનો સરકારને હાક
અમિતના પિતા સરકાર અને મહિન્દ્રા કંપની પાસે મદદની માંગ કરી રહ્યાં છે. “અમારો દીકરો નિર્દોષ છે. અમે સરકાર અને કંપનીને વિનંતી કરીએ છીએ કે, તેને જલ્દી છોડાવવા માટે પગલાં ભરે. ત્યાં બે વકીલો રાખવામાં આવ્યા છે, પણ હજુ સુધી કોઈ પરિણામ નથી આવ્યું.”
પત્ની અને બે બાળકોના ભવિષ્ય પર સંકટ
અમિત ગુપ્તા પત્ની અને બે દીકરાના પિતા છે. તેઓ અગાઉ મહિન્દ્રા કંપનીમાં હેડ પદે હતા. તેમની અચાનક થયેલી ધરપકડથી પરિવાર કઠિન પરિસ્થિતિમાં છે. તંત્ર અને સરકાર શું કરે છે, તે જોવું રહ્યું.