Union Budget 2026 : કન્ટેન્ટ ક્રિએટર્સની મોજ! 15,000 શાળાઓમાં ખુલશે ‘ક્રિએટર લેબ’, ગેમિંગ સેક્ટરમાં 10 લાખ નોકરીઓનું એલાન

Union Budget 2026 :

Union Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટમાં ડિજિટલ ઈકોનોમી અને ટેકનોલોજી પર મોટો દાવ ખેલ્યો છે. ખાસ કરીને યુવાનો અને સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે ‘ક્રિએટર ઈકોનોમી’ને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

Union Budget 2026 : કન્ટેન્ટ ક્રિએટર લેબ અને એજ્યુકેશન

સરકારે દેશભરની 15,000 સેકન્ડરી શાળાઓ અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવાની જાહેરાત કરી છે.

ABGC સેક્ટર: એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (ABGC) ક્ષેત્રે નવા ક્રિએટર્સ તૈયાર કરવા માટે આ લેબ્સમાં આધુનિક સુવિધાઓ અપાશે.

નેશનલ ડિઝાઇન સ્કૂલ: ડિઝાઇન એજ્યુકેશન માટે નવી શાળાઓ ખુલશે, જે ક્રિએટર્સને પ્રોફેશનલ ટ્રેનિંગ આપશે.

ગેમિંગ અને AI ક્ષેત્રે રોજગારીનો ધમાકો

10 લાખ નોકરીઓ: ગેમિંગ સેક્ટરને પ્રોત્સાહન આપીને આગામી સમયમાં 10 લાખથી વધુ પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવશે.

AI ફ્રેમવર્ક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ હવે સરકારી સેવાઓ અને ગવર્નન્સમાં પણ વધારવામાં આવશે. દેશના દરેક જિલ્લામાં AI-બેઝ્ડ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવામાં આવશે.

10,000 ટેક ફેલોશિપ: IITs અને IISc માં યુવાનો માટે 10,000 નવી ટેક ફેલોશિપ શરૂ કરાશે, જે AI અને ડીપ-ટેક રિસર્ચમાં મદદરૂપ થશે.

ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

સેમિકન્ડક્ટર મિશન 2.0: ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે 40,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે આ મિશન લોન્ચ કરાયું છે.

5G/6G કનેક્ટિવિટી: આગામી 5 વર્ષમાં ડેટા સેન્ટર્સ અને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીનો વિસ્તાર કરવામાં આવશે.

ડીપ-ટેક અને રોબોટિક્સ: એડવાન્સ મેન્યુફેક્ચરિંગ માટે નવી પોલિસી આવશે, જે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો:  ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12.2 લાખ કરોડની ફાળવણી, હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને ટેક્સટાઈલ ક્ષેત્રે મોટું એલાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *