Tania Beach Wrestling માં ભારતની યુવા પહેલવાન તાનિયાએ ડકાર યૂથ ઓલિમ્પિક 2026માં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. મહિલાઓની 75 કિલોગ્રામ બીચ રેસલિંગ સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે તે યૂથ ઓલિમ્પિકમાં બીચ રેસલિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ગોલ્ડ મેડલ માટેની ફાઇનલમાં તેને ચીનની મિન ઝાઓ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
તાનિયાએ ગ્રુપ Bમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મુકાબલામાં તેણે જર્મનીની મિયા બાઉરને 3-1થી હરાવી હતી. ત્યારબાદ ગ્રીસની વાસિલિકી કારાવાનૂને 3-0 અને એસ્ટોનિયાની મેરિલી વેસ્ટરને 4-1થી પરાજય આપ્યો હતો. સતત ત્રણ જીત સાથે તેણે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
A PODIUM FINISH! 🥈
India’s Taniya ends her campaign with a first-ever #BeachWrestling medal for India at the Youth Olympic Games.
#Dakar2026 #YouthOlympics https://t.co/lU8uWCikWJ
— Olympic Khel ™ (@OlympicKhel) November 7, 2026
સેમિફાઇનલમાં વિશ્વ ચેમ્પિયનને આપી માત
સેમિફાઇનલમાં તાનિયાનો મુકાબલો અમેરિકાની મેટિલ્ડા એન હ્રુબી સામે થયો હતો. હ્રુબી અંડર-17 બીચ રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 75 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી હતી. જોકે, તાનિયાએ દમદાર રમત બતાવીને તેને 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
Countless hours of dedication, hard work and a moment that makes it all worthwhile. 🥈
Taniya on the podium of #BeachWrestling at #Dakar2026. 👏
#YouthOlympics https://t.co/zgAxjIQi9v
— Olympic Khel ™ (@OlympicKhel) November 7, 2026
Tania Beach Wrestling: ફાઇનલમાં હાર છતાં ઐતિહાસિક સફળતા
ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં તાનિયાની સામે ચીનની મિન ઝાઓ હતી. ઝાઓ અગાઉ અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 69 કિલોગ્રામ વર્ગનો ખિતાબ જીતી ચૂકી છે. ફાઇનલમાં તેણે તાનિયાને 2-1થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તાનિયાને સિલ્વર મેડલ મળ્યો હતો.
ડકાર યૂથ ઓલિમ્પિકમાં બીચ રેસલિંગનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ સ્પર્ધામાં ભારતને પ્રથમ મેડલ અપાવવાની તાનિયાની સિદ્ધિ ખાસ મહત્ત્વ ધરાવે છે.
A hard-fought Youth Olympic medal! 🇮🇳🥈
Taniya reflects on a hard-fought fight, pride on the podium, and a promise to come back stronger for the #LA28 💪 https://t.co/djW7U8Iqlv
— Olympic Khel ™ (@OlympicKhel) November 7, 2026
તાનિયા અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી ચૂકી છે. 2026માં બાકુમાં યોજાયેલી અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેણે મહિલાઓના 69 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત અંડર-17 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
તાનિયાના મેડલ સાથે ડકાર યૂથ ઓલિમ્પિક 2026માં ભારતના કુલ મેડલની સંખ્યા સાત થઈ છે. ભારતે અત્યાર સુધી ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

