ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ આપ્યું પહેલું નિવેદન, બદલો લેવામાં આવશે!

Mojtaba Khamenei warning US Iran War Strait of Hormuz 2026

Mojtaba Khamenei : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઈરાનના નવા નિયુક્ત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનેઈએ (Mojtaba Khamenei) દુનિયા સામે પોતાનો પ્રથમ સંદેશ આપ્યો છે. ગુરુવારે સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા સંદેશમાં તેમણે અમેરિકા અને તેના સાથી દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.

 Mojtaba Khamenei: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રહેશે બંધ

નોંધનીય છે કે   ખામેનેઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) સંપૂર્ણપણે બંધ રહેશે. આ માર્ગ વિશ્વના તેલ વેપાર માટે જીવનરેખા સમાન છે, જે બંધ થવાથી વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો (US Air Bases) પર ઈરાનના હુમલા ચાલુ રહેશે.

‘બાળકોના મોતનો બદલો લઈશું’:

પોતાના સંબોધનમાં મૌતબા ખામેનેઈ ભાવુક પણ થયા હતા અને તેમણે પોતાના પિતા અલી ખામેનેઈને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, “અમે શહીદોના લોહીનો બદલો લેવામાં પીછેહઠ નહીં કરીએ. નિર્દોષ બાળકોની હત્યાનો બદલો લેવા માટે આ વિસ્તારના તમામ અમેરિકી બેઝ ખાલી કરવા પડશે, અન્યથા તેના પર હુમલા કરવામાં આવશે.”

નુકસાનની ભરપાઈની માંગ:

ઈરાને ચેતવણી આપી છે કે યુદ્ધમાં જે પણ નુકસાન થયું છે તેની પૂરી ભરપાઈ કરવામાં આવશે. જો અમેરિકા ભરપાઈ નહીં કરે, તો ઈરાન તેમની સંપત્તિ જપ્ત કરશે અથવા તેનો નાશ કરશે. આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં (Middle East) તણાવ વધુ ઘેરો બન્યો છે.

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઈરાનના નવા નિયુક્ત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનેઈએ (Mojtaba Khamenei) દુનિયા સામે પોતાનો પ્રથમ સંદેશ આપ્યો છે. ગુરુવારે સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા સંદેશમાં તેમણે અમેરિકા અને તેના સાથી દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે

આ પણ વાંચો: માત્ર તેલ-ગેસ જ નહીં, હોર્મુઝ બંધ થવાથી ભારતની આ ચીજોની સપ્લાય પણ ખોરવાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *