India Census 2027 કેન્દ્ર સરકારે બહુપ્રતીક્ષિત રાષ્ટ્રીય જનગણનાની તારીખની જાહેરાત કરી દીધી છે. સમાચાર એજન્સી જણાવ્યા અનુસાર, દેશભરમાં વસ્તી ગણતરીનું કામ ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ની વચ્ચે સંપન્ન થશે. પ્રશાસનિક કારણો અને ભૌગોલિક પરિસ્થિતિના કારણે બર્ફીલા વિસ્તાર અને આગામી ચૂંટણીવાળા રાજ્યોને આ સમયે અલગ રાખવામાં આવશે.
India Census 2027 ભારતમાં વસ્તી ગણતરીનું આયોજન જનગણના અધિનિયમ ૧૯૪૮ અને જનગણના નિયમ, ૧૯૯૦ની જોગવાઈ અંતર્ગત કરવામાં આવશે. દેશમાં છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં બે તબક્કામાં પૂરી થઈ હતી. ત્યાર બાદ ૨૦૨૧ની વસ્તી ગણતરી બે તબક્કામાં આયોજિત કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેનો પ્રથમ તબક્કો એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૦માં અને બીજો તબક્કો ફેબ્રુઆરી ૨૦૨૧માં થવાનો હતો. તેના માટે જમીની સ્તર પર તમામ તૈયારીઓ પૂરી કરી લીધી હતી અને ૧ એપ્રિલ ૨૦૨૦થી ફીલ્ડ વર્ક શરૂ થવાનું હતું. જો કે દેશભરમાં ફેલાયેલા કોવિડ-૧૯ મહામારીના પ્રકોપના કારણે આ આખી પ્રક્રિયાને અનિશ્ચિતકાળ માટે ટાળી દેવામાં આવી હતી. હવે સરકારે ૨૦૨૭માં તેને કરાવવાની ઔપચારિક રૂપરેખા જાહેર કરી દીધી છે.
ભારતમાં છેલ્લી રાષ્ટ્રીય વસ્તી ગણતરી વર્ષ 2011માં બે તબક્કામાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ 2021માં આગામી વસ્તી ગણતરી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.તે મુજબ પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2020 દરમિયાન અને બીજો તબક્કો ફેબ્રુઆરી 2021માં યોજવાનો હતો. પ્રથમ તબક્કાની કામગીરી માટે તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, કોરોના મહામારીના કારણે આ કામગીરી મુલતવી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો PM મોદીએ ગુજરાતમાં કહ્યું – ‘હું છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતો રહીશ’

