ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેની એ શુક્રવારે ફારસી નવા વર્ષના અવસરે એક વીડિયો સંદેશ જાહેર કરીને મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે તુર્કિયે અને ઓમાનમાં થયેલા હુમલાઓમાં ઈરાન અથવા ઈરાની સશસ્ત્ર દળોની કોઈ જ ભૂમિકા નથી. આ સાથે જ તેમણે આ હુમલાઓને પાડોશી દેશો વચ્ચે તિરાડ પાડવાનું ષડયંત્ર ગણાવીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાની ચીમકી આપી છે.
મોજતબા ખામેની : ઝાયોનિસ્ટ દુશ્મનનું કાવતરું હોવાનો દાવો
મોજતબા ખામેની પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે તુર્કિયે અને ઓમાનમાં જે હુમલાઓ થયા છે તે ઝાયોનિસ્ટ એટલે કે નેતન્યાહૂ અને ઈઝરાયેલી દુશ્મનોનું એક ષડયંત્ર છે. આ કાવતરાનો મુખ્ય હેતુ ઈરાન અને અન્ય દેશો વચ્ચે ભાગલા પાડવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના હુમલાઓ દ્વારા દુશ્મનો મુસ્લિમ દેશોની એકતા તોડવા માંગે છે.
દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાની ચીમકી
ઈરાનના સુપ્રીમ લીડરે એમ પણ જણાવ્યું કે આ પ્રકારના ષડયંત્રોથી તેઓ ડરવાના નથી. તેમણે દુશ્મનોને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાન પોતાના પર લાગેલા ખોટા આરોપો અને દુશ્મનોની ચાલનો યોગ્ય સમયે અને કરારો જવાબ આપશે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતો તણાવ
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મધ્ય પૂર્વમાં ભારે તણાવની સ્થિતિ છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે તુર્કિયે અને ઓમાનમાં થયેલા હુમલાઓને લઈને ઈરાન પર શંકા સેવાઈ રહી હતી. જોકે, હવે ખુદ સુપ્રીમ લીડરે આ મામલે પોતાનું મૌન તોડીને ઈરાનનો બચાવ કર્યો છે.
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેનેઈએ ફારસી નવા વર્ષ નિમિત્તે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે કે તુર્કિયે અને ઓમાનમાં થયેલા તાજેતરના હુમલાઓમાં ઈરાન કે તેના સશસ્ત્ર દળોની કોઈ જ ભૂમિકા નથી આ હુમલાઓને તેમણે ઝાયોનિસ્ટ એટલે કે ઈઝરાયેલનું એક ષડયંત્ર ગણાવ્યું છે જેનો મુખ્ય હેતુ પાડોશી મુસ્લિમ દેશો વચ્ચે ભાગલા પાડવાનો અને તેમની એકતા તોડવાનો છે મોજતબા ખામેનેઈએ દુશ્મનોને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાન પોતાના પર લાગેલા આ ખોટા આરોપોથી ડરવાનું નથી અને યોગ્ય સમયે આ તમામ ષડયંત્રોનો જડબાતોડ જવાબ આપશે મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ભીષણ તણાવ વચ્ચે સુપ્રીમ લીડરનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યું છે અને આખા પ્રદેશની સ્થિતિ વધુ ગંભીર બની રહી હોવાનો સંકેત આપે છે
આ પણ વાંચો: ઇરાને વિશ્વના પ્રખ્યાત પ્રવાસન સ્થળો અને પાર્ક પર મિસાઈલ હુમલાની આપી ચેતવણી

